યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું મોત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-05 17:16:29
  • Views : 259
  • Modified Date : 2022-12-05 17:16:29

યમનના હડરામૌત પ્રાંતમાં એક મસ્જિદ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 20 અન્ય ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.
સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાંતના એક ગામમાં આ હુમલો ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, "એવી શંકા છે કે આદિવાસીઓના તણાવને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News