થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 13:01:13
  • Views : 193
  • Modified Date : 2022-10-06 13:01:13


થરાદ ખાતે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો ક્ષત્રિય- રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો. જેમાં સરસ્વતી વિદ્યાવિહાર થરાદ ખાતે  શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયોઆ શાસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય, થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી.ડી.રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, સંસ્થાના ઉપપ્રમુખ પથુભાઈ રાજપૂત, સંસ્થાના સંચાલક નાગજીભાઈ રાજપૂત, સવાઈજી રાજપૂત, ઈશ્વરજી રાજપૂત  સહિતના ક્ષત્રિય રાજપૂત સમાજના થરાદ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવરાત્રીની અને દિવાળીના તહેવારોની થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી.ડી. રાજપૂતે  દરેકને શુભકામનાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News