દિયોદરના ગોલવી ગામે દશેરાના દિવસે ગરબાની રમઝટ જામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:14:10
  • Views : 320
  • Modified Date : 2022-10-07 12:14:10

  નવરાત્રીનું મહાપર્વ પૂરું થયું આવતા વર્ષે વહેલા પધારજાે માતાજી એવું કહેતા ભક્તોએ માતાજીને છેલ્લા નોરતે વિદાય આપી હતી. ત્યારે દિયોદર તાલુકાના ગોલવી ગામે નવરાત્રી દરમિયાન સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ દિવસ સુધી ગામલોકો દ્વારા માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. જેમાં દશેરાના દિવસે પણ ગોલવી ગામમાં ગરબા ચાલુ રાખવામાં આવ્યા હતા. જેમાં યુવક મંડળ દ્વારા સુંદર મજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓને ઉત્સાહિત કરવા  માટે ઇનામ આપવામાં આવ્યા હતા. ગોલવી નવા ગામ પરંપરા મુજબ પુરુષો ગરબે ઘૂમ્યા હતા. તેમજ  ગવૈયાઓ દ્વારા જુના પ્રાચીન ગરબા ગાવડાવવામાં આવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News