ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા ભારતી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 12:32:21
  • Views : 531
  • Modified Date : 2023-01-02 12:32:21

ભાજપના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું હતું કે તેમના પક્ષ ભાજપે ભગવાન રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથી, અને કોઇપણ વ્યક્તિ તેમાં શ્રદ્ધા ધરાવવા સ્વતંત્ર છે.

ભોપાલ ખાતે જારી કરેવા એક નિવેદનમાં ઉમા ભારતીએ કહ્યું હતું કે ભગવાન રામ, હનુમાન, ગંગા અને ગાય પ્રત્યે તેમનામાં પહેલેથી જ શ્રદ્ધા હતી, તેમના પક્ષની પ્રેરણાથી તે શ્રદ્ધા આવી નથી. કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યમાં હનુમાનનું મંદિર બનાવી રહ્યા છે તે અંગે તમે શું કહેવા માંગો છો એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ મુજબ જવાબ આપ્યો હતો.

મધ્ય પ્રદેશના લોધી સમાજને અપીલ કરતાં ઉમા ભારતીએ કહ્યું હતું કે તેઓએ ચારેબાજુએ જોઇને તેમને ગમે એવા રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા ઉમા ભારતી પોતાના જ પક્ષની ટોચની નેતાગીરી દ્વારા હાંસિયામાં ધકેલાઇ ગયા તે ગે ખુબ જ નારાજ અને ખિન્ન છે. તાજેતરમાં જ તેમણે મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ શરાબબંધીની માંગણી સાથે શરાબની એક દુકાન  ઉપર પથ્થર ફેંક્યો હતો તે સમયે તે ખુબ જાહેર પ્રસિદ્ધિમાં આવી ગયા હતા.

મધ્ય પ્રદેશમાં શરાબબંધી લાગુ કરવા બાબતે શું થયું? એવા પ્રશ્નનો સીધો ઉત્તર ટાળી દેતાં ઉમા ભારતીએ કહ્યું હતું કે વરિષ્ટ રાજકીય નેતાઓ પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે સવાલ કરી રહ્યા છે. વાસ્તવમાં ભારત ક્યાં તૂટી રહ્યું છે કે ભાંગી રહ્યું છે? અમે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરી. હકીકતમાં ભારત પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ભાંગી રહ્યું છે, રાહુલ ગાંધીએ ત્યાં ભારત જોડો યાત્રા કરવી જોઇએ એમ ઉમા ભારતીએ કહ્યું હતું.

Download Our B K News Today App



Related News