લાખણીના ગણતા ગામે ગોગ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 12:25:46
  • Views : 273
  • Modified Date : 2022-10-06 12:25:46

    લાખણી તાલુકાના ગણતા ગામની પાવન ધરા પર બિરાજમાન ગોગ મહારાજના મંદિરે આસો સુદ નોમના પાવન દિવસે  વાર્ષિક પાટોત્સવની વર્ષોની પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિતે મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગોગ મહારાજના ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. દૂરદૂરથી પધારેલ ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિકોના આવગમનના પગલે મંદિર પરિસર આખો દિવસ ગોગ મહારાજના જયજયકારથી ગુંજતું રહ્યું હતું.પાટોત્સવ પ્રસંગે ખાસ પધારેલ રામપુરા જાગીર મઠના શ્રી ૧૦૦૮ રૂપપુરીજી મહારાજનું ગોગ મહારાજના ગાદી પતી રોમાબાપુ (ભુવાજી) અને ગામના સરપંચ અજયસિંહ રાજપૂત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય ગોગ મહારાજના વાર્ષિક પાટોત્સવ ઉપર સામાજિક રાજકીય આગેવાનો તેમજ ભુવાજીઓનું પણ તેમના દ્વારા સાલ ઓઢાડીને ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News