થરાદની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-10 15:14:06
  • Views : 746
  • Modified Date : 2022-10-10 15:14:06

    થરાદમાં આવેલી મારવાડી ચૌધરી પટેલ સમાજની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે છેલ્લા 12 વર્ષથી રાત્રે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ તેમજ સમાજની મહિલાઓ પોતાની મારવાડી સમાજના પહેરવેશમાં સજ્જ બની ગરબે ઘુમતાં આકર્ષક બન્યું હતું થરાદ વાવ પંથકમાં રહેતા મારવાડી ચૌધરી સમાજ ના રીત રિવાજો હજુ પણ બદલાયા નથી હાલમાં ભલે ફેશનનો જમાનો ચાલતો હોય પરંતુ મારવાડી ચૌધરી સમજે પોતાની પરંપરાગત ચાલી આવતી રૂઢિને ભુલાઈ નથી મારવાડી ચૌધરી સમાજમાં મહિલાઓ તેમજ પુરુષો હાલના તબક્કે મોટા પ્રમાણમાં સરકારી નોકરીઓથી માંડીને ડોક્ટરો, એન્જિનિયર, તેમજ વેપાર ક્ષેત્રે ખુબજ સારી પ્રગતિ ઉપર હોવા છતાં પોતાનો પહેરવેશ બદલાયો નથી ગમે તેટલી ઉંચી પોસ્ટ ધરાવતા હોય પણ એમની સમાજના કાર્યક્રમ અથવા મેળાવડો હોય ત્યારે મહિલાઓ પુરુષો પોતાના પહેરવેશ જ પહેરે છે કહેવત છે કે દેશ મેલવો પણ વેશ નહિ મેલવો ના વિચારોને લઈને ચાલવા વાળો સમાજ મારવાડી ચૌધરી સમાજમાં જોવા મળી આવે છે શ્રી રાજેશ્વર વિધાલય ખાતે મારવાડી સમાજ તેમજ અન્ય સમાજોના બાળકો માધ્યમિક થી માંડીને સાયન્સ કૉમર્સ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અભ્યાસની સાથે સાથે ઉચ્ચ સમાજના રીત રિવાજોનું જ્ઞાન અને સંસ્કાર આપવામાં આવે છે અને છેલ્લા દસ વર્ષથી શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે સ્કૂલમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે અને જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમાં માત્ર મારવાડી સમાજની મહિલાઓ તેમના પહેરવેશમાં ગરબે ઘુમવા આવે અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આથી અમારામાં ખુશીનો આનંદ છે

Download Our B K News Today App



Related News