અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના સ્થળે પાણી ભરાતા દિવ્ય દરબાર રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-29 17:27:54
  • Views : 179
  • Modified Date : 2023-05-29 17:27:54

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વરસાદના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારને રદ કરાયો છે. મહત્વનું છે કે, આજથી 2 દિવસ સુધી બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરાયું હતું. જોકે દિવ્ય દરબારના સ્થળે પાણી ભરાતા કાર્યક્રમ રદ કરાયો છે. નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે થયેલા વરસાદના કારણે ઓગણજમાં દિવ્ય દરબારના સ્થળે પાણી ભરાયા છે. આ તરફ હવે કાર્યક્રમના સ્થળે પાણી ભરાતા દિવ્ય દરબાર રદ કરાયો છે. બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા અને કાર્યક્રમ રદ કરાયો હતો. ત્યારે અમદાવાદમાં આજે યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને અસમંજસ સ્થિતિ જોવા મળી હતી.  ઓગણજ
ગઈકાલે ખાબકેલા ભારે વરસાદને કારણે ઓગણજમાં બાબાના દિવ્ય દરબાર સ્થળે પાણી ભરાયા છે. એક તરફ દૂર-દૂરથી લોકો ગ્રાઉન્ડ પર આવવા લાગ્યા છે તો બીજી તરફ ઓગણજ મેદાન પર આયોજન કરનાર સમિતિના સભ્યો પણ જોવા મળી રહ્યા નથી. સ્થળ પર પહોંચનારા ભક્તોને કોઈ જવાબ મળી રહ્યો નથી.અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 મેના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને અત્યારથી જ ઓગણજ ખાતે દૂર-દૂરથી લોકો પહોંચી રહ્યા છે. જોકે, હાલ આ સ્થળે આયોજકો જોવા મળી રહ્યા નથી. દૂર-દૂરથી પહોંચનાર બાગેશ્વર બાબાના ભક્તોને પણ કોઈ જવાબ ન મળતા વ્યાકુળ બન્યા હતા

Download Our B K News Today App



Related News