રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા યોજાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 12:22:34
  • Views : 246
  • Modified Date : 2022-10-06 12:22:34

    રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રીના શુભ પ્રસંગે છઠ્ઠા નોરતે મા અંબાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માં અંબાની સમૂહમાં આરતી ઉતારી હતી. સ્ટાફ દ્વારા સેવ અને બુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો. દરેક બાળકને બેસાડી ડીસમાં સેવ બુંદીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગરબે રમવા અવનવા વેશભૂષા સજજ થઇને વિદ્યાર્થીઓ તથા ચણિયાચોળીમાં વિદ્યાર્થીનીઓ આવી હતી. ડી.જે.ના તાલે મા અંબાના ગરબા રમ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ભરતભાઈ તથા ઉત્સાહી અને ઇનોવેટિવ ટીચર પ્રકાશભાઈ સોલંકી રાસ ગરબાના આયોજનમાં સાથ સહકાર આપ્યો હતો. સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News