ડીસાના ચાહત બંગ્લોઝમાં યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 11:48:10
  • Views : 323
  • Modified Date : 2022-10-07 11:53:03

  ડીસા હાઈવે સ્થિત ચાહત બંગ્લોઝમાં નવરાત્રિના નવ દિવસમા અંબા માતાન ગરબાનું સુંદર આયોજન કરાયું હતું. છેલ્લા નવમા દિવસે યજ્ઞવિધિ થઈ હતી. સોસાયટીના રહીશ કમલેશભાઈ પ્રભુદાસભાઈ સોની પરિવાર તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવતાં સર્વ ભગવાનભાઈ બંધુ, જયંતિભાઈ આચાર્ય, સેવંતીભાઈ સોની, વિષ્ણુભાઈ ઠક્કર, રાહુલભાઈ જાેષી, રજનીભાઈ ઠક્કર વિગેરેએ તેમનું સાલ અને ફૂલહારથી દબદબાભેર સન્માન કર્યું હતું. દશેરા નિમિતે આર.એસ.એસ.ની પ્રેરણાથી તેમજ પ્રિત ઠક્કરના પ્રયત્નોથી શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. સોસાયટીના તમામ ભાઈઓ તેમજ બહેનોએ શસ્ત્રપૂજન કરી ભારતીય સંસ્કૃતિનું સ્મરણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News