ભારત વિકાસ પરિષદના પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:04:56
  • Views : 264
  • Modified Date : 2022-10-06 14:04:56

    વિજયાદશમીએ શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ હોય છે વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો ત્યારે ભારત વિકાસ પરિષદ થરાદના પ્રમુખ જયદીપભાઈ સોનીએ સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કર્યું હતું  પ્રમુખે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવને આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે. 

Download Our B K News Today App



Related News