ઢીમામાં મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:17:37
  • Views : 268
  • Modified Date : 2022-10-06 14:17:37

    વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાધામ ખાતે રાવણા રાજપૂત સમાજની ધર્મશાળામાં સંત અનોપદાસ બાપુનાં આશીર્વાદ અને પ્રેરણાથી ક્ષત્રીય પરંપરા મુજબ મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ હેલ્પ મિશન બનાસકાંઠા ટીમ (રાવણા રાજપુત સમાજ સંગઠન) દ્વારા વિજયા દશમીનાં પાવન પ્રસંગે રાવણા રાજપુત સમાજ ભવન ઢીમા ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. જેમાં રાવણા રાજપુત સમાજના યુવા વડિલ ગણ અને મેજર દલપતસિંહ ટાઇગર ફોર્સ હેલ્પ મિશન બનાસકાંઠા ટીમનાં યુવા કાર્યકર્તા હાજર રહ્યા હતા. જેમાં યુવાવર્ગની મીટીંગ પણ કરવામાં આવી અને દરેક સમાજના જરૂરિયાતને ગમે ત્યારે બ્લડની જરુર પડે ત્યારે મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ હેલ્પ મિશન બનાસકાંઠા ટીમ દ્વારા તરત સુવિદ્યા ઉપલબ્ધ થાય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી. આ ગૃપ દ્વારા ૪ વર્ષ થી દરેક સમાજનાં  જરૂરિયાતમંદોને બ્લડની સુવિધા સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં છે.

Download Our B K News Today App



Related News