કેરળમાં 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું નિધન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 11:08:30
  • Views : 309
  • Modified Date : 2022-10-11 11:16:09

 

    શાકાહારી મગરતરીકે પ્રખ્યાત બાબિયા હવે નથી રહ્યો. કેરળના 'શાકાહારીમગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં મૃત્યુ થયું હતું. તે મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મગર75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું.  મંદીરમાં આવતા ભક્તો સમક્ષ તેમને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગરબહાર આવતો હતો. મંદિરના પૂજારીઓ અનુસાર આ મગરપોતાનો મોટાભાગનો સમય ગુફાની અંદર વિતાવતો હતો.  મગરમાટે એવું કહેવાય છે કે તેને આજ સુધી કોઈ અન્ય પ્રાણી કે મનુષ્યને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે માત્ર ભાત અને પ્રસાદ ખાઈને જીવતો હતો. બાબિયા ઘણા વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય રહ્યો હતો અને ભક્તો ત્યાં એ મગરપાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા હતા. સવારે અને બપોરે પૂજા બાદ મગરને ભોજન કરાવવામાં આવતું હતું.વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા આ શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં એક મહાત્મા તપસ્યા કરતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ બાળકના રૂપમાં આવ્યા અને મહાત્માને પોતાની મસ્તી કરીને હેરાન કરવા લાગ્યા. તેનાથી ગુસ્સે થઈને તપસ્વીએ તેને મંદિર પરિસરમાં બનેલા તળાવમાં ધક્કો મારી દીધો. જ્યારે ઋષિને ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તે બાળકને તળાવમાં શોધવા લાગ્યા પણ પાણીમાં કોઈ મળ્યું નહીં. સાથે જ પાણીની અંદર ગુફા જેવી તિરાડ દેખાઈ. એ સમયથી એવું માનવામાં આવે છે કે આ ગુફામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા પણ થોડી વાર પછી એ જ ગુફામાંથી એક મગર બહાર આવ્યો હતો. આ સિવાય લોકો એમ પણ કહે છે 1945માં એક બ્રિટિશ સૈનિકે મંદિરમાં એક મગરને ગોળી મારી હતી અને તેના થોડા દિવસો પછી બાબૈયા મંદિરના તળાવમાં આપમેળે દેખાવવા લાગ્યો હતો. બાબિયાને પહેલા શાકાહારી મગર  નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે અન્ય કોઈ પ્રાણી અથવા માછલીને નુકસાન પંહોચાડતો નહતો. બાબિયા શનિવારથી ગુમ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત મગર રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસને પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી.

 

 

Download Our B K News Today App



Related News