થરાદના ભુરીયા ગામે વેશભૂષા સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 11:26:56
  • Views : 374
  • Modified Date : 2022-10-07 11:26:56

    નવરાત્રિનો પર્વ એ પ્રાચીન સંસ્કૃતિથી ચાલી આવતી અણમોલ ભેટ હોઈ ધામધૂમથી ઉજવણી કરાય છે ત્યારે થરાદ તાલુકાના ભુરીયા ગામે ઉત્સાહિત ગરબા મંડળના યુવા આયોજકો અને ગામના સાથ સહકારથી નવરાત્રિની અનેરા ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી. પ્રાચીન ગરબાના સૂરે ભાઈચારાની ભાવના કેળવાય તે ભાવથી ભાઈઓ- બહેનો અનેરા ઉત્સાહથી મોડી રાત સુધી ગરબામાં રમઝટ બોલાવી આનંદ માણ્યો હતો. તેમજ નવમા નોરતે બહેનોએ ગ્લાસ પર બેડાં રાખી છુપાયેલ કળાનું પ્રદર્શન સાથે બહેનો ગરબે ઘૂમતા તેઓનું દશેરાના દિવસે ભુરીયા દુધ મંડળીના મંત્રી અને માધ્યમિક શાળાના કલાર્ક સહિતના દાનવીર ભામાસાઓએ થાળી, વાટકી, ગ્લાસ ભેટમાં આપી પ્રોત્સાહિત કર્યા હતા

Download Our B K News Today App



Related News