સિધ્ધપુરના દશાવાડામાં બ્રહ્માણી માતાજીની પલ્લી નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 12:19:39
  • Views : 266
  • Modified Date : 2022-10-06 12:19:39

    સિધ્ધપુર તાલુકાના દશાવાડા ખાતે આસો સુદ નોમના દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા બ્રહ્માણી માતાજીની ગામ પલ્લી નિકાળવામાં આવે છે.પરંપરાગત રીતે માતાજીના નવમા નોરતે સવાસો દિવડાથી માતાજીની પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું.પલ્લીને માતાજીના મંદિરથી લઈને ગામના ચારે બાજુ પ્રદક્ષિણા કરવામાં આવે છે. નવરાત્રીના પાવન દિવસોમાં ગામના તમામ લોકો દૂર-દૂરથી માતાજીના પલ્લીના દર્શન કરવા માટે વતન આવી જાય છે. હર્ષો ઉલ્લાસ સાથે ગ્રામજનો માતાજીની પલ્લીમાં જાેડાયા હતા. અને ગામની બહેન દીકરીઓ દ્વારા માતાજીના ચાચર ચોકમાં કંકુ-ચોખાથી બ્રહ્માણી માતાજીની પલ્લીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીના ચાચર ચોકમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News