પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી ધરાવતા 46 નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 13:25:04
  • Views : 598
  • Modified Date : 2023-01-07 13:25:04

પ્રમુખ સ્વામી મહારાજ નગરના નારાયણ સભાગૃહમાં આ પ્રસંગની ઉજવણી થઈ હતી. જેમાં  દીક્ષાર્થી યુવાનો સાથે  તેમના પિતા પૂજા વિધીમાં બેઠા હતા અને પોતાના પુત્રને  ભગવાન સ્વામિનારાયણ તથા મહંત સ્વામીના ચરણોમાં સોંપ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન શુક્રવારે દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત 46 નવયુવાનોએ યુવકોને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી હતા. આ પ્રસંગે યુવકોના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. પૂજય મહંત સ્વામી મહારાજે આ તમામ દીક્ષાર્થી યુવાનોને ગુરૂ મંત્ર આપ્યો હતો.

આ નવયુવાનો પૈકી ઘણા યુવાનો વિદેશના છે અને તમામ યુવાનો  ઉચ્ચ અભ્યાસની ડીગ્રી ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે દીક્ષા દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજ નગરના નારાયણ સભાગૃહમાં આ પ્રસંગની ઉજવણી થઈ હતી. જેમાં  દીક્ષાર્થી યુવાનો સાથે  તેમના પિતા પૂજા વિધીમાં બેઠા હતા અને પોતાના પુત્રને  ભગવાન સ્વામિનારાયણ તથા મહંત સ્વામીના ચરણોમાં સોંપ્યા હતા. પૂજય મંહત સ્વામી તેમજ બીએપીએસના વડીલ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  યુવકોના દીક્ષા પ્રસંગે તેમના પરિવારજનો અને સ્નેહીજનો સહિતના હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે. ખૂબ સારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડથી આવતા યુવાનો પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીએ દીક્ષા ગ્રહણ કરીને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે.

જે નવયુવકોએ દીક્ષા લીધી છે તેઓ પાંચ વર્ષ માટે પાર્ષદી દીક્ષામાં હોય છે આ સમયગાળા દરમિયાન તેઓ બ્રહ્મચારી જીવન જ વ્યતિત કરે છે પરંતુ તેઓ સફેદ ધોતિયું અને ગાતરિયું ધારણ કરીને રહે છે ત્યાર બાદ તેઓ જ્યારે  ભાગવતી દીક્ષા લેવા માટે સજજ થાય ત્યારે તેમને ભગવા વસ્ત્રો આપીને પાકી દીક્ષા આપવામાં  આવે છે . સાધુ થનારા આ નવ યુવાનો આ સમયગાળા દરમિયાન  મંદિરમાં રસોડાની  રસોઈ બનાવવાથી માંડીને, ભગવાનનાં શણગાર બનાવવા સહિત શૌચાલય સાફ કરવાની સેવા પણ કરે છે.

તાજેતરમાં  જ અહીં  યુવા  સંસ્કાર દિવસ તેમજ મહિલા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. બીએપીએસની યુવા પ્રવૃતિઓના સ્થાપક યોગીજી મહારાજે યુવા પ્રવૃતિના બીજ વાવ્યા હતા. આ યુવા પ્રવૃતિ વર્ષ 1952માં શરૂ થઈ હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લાખો યુવાનોને વ્યક્તિગત મળીને, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી વિરાટ ચારિત્ર્યશીલ યુવાસમાજ નિર્માણ કર્યો હતો. BAPSનું યુવા સ્વયંસેવકદળ ભૂકંપ, પૂર, અનાવૃષ્ટિ જેવી આપત્તિઓમાં સદા સમાજની પડખે ઊભા રહીને રાહત કાર્ય કરે છે.

Download Our B K News Today App



Related News