વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો ઉતારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-03 14:39:37
  • Views : 216
  • Modified Date : 2023-06-03 14:39:37

સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે.  જેને લઈને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા પહોંચ્યા છે. વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ક્લબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો છે.  ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે બિઝનેસમેનથી લઈને નામચીન લોકો પહોંચી રહ્યા છે.  શહેરમાંથી અનેક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે લક્ષ્મીનારાયણ ક્લબ ખાતે પહોંચી રહ્યા છે.  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે મૂર્તિકાર દક્ષેસ જાગીડ પણ પહોંચ્યા હતા. તેઓએ માટી અને કેનવાસમાંથી બનાવેલી મૂર્તિ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટમાં આપી હતી. તેઓએ જણાવ્યું કે, જ્યારથી જાણ થઈ કે મહારાજ બરોડામાં આવવાના છે, તો અમે છેલ્લા 5થી 6 દિવસથી આ મૂર્તિ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના માટે આ મૂર્તિ ભેટ તૈયાર કરી છે. લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે કર્યું છે રોકાણહાલ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડોદરાના લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે બાબાએ રોકાણ કર્યું છે. તેઓ અહીં આરામ કર્યા બાદ સાંજે દિવ્ય દરબારમાં પહોંચશે. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલા ધ લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રિ રોકાણ કરે એવી પણ શક્યતા છે. લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે વડોદરાના નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાશે. નવલખી મેદાન ખાતે વિશાળ મંડપ સાથે ભવ્ય સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર કાર્યક્રમમાં પધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને અનેક મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News