ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 12:17:00
  • Views : 270
  • Modified Date : 2022-10-06 12:17:00

    ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું વર્ષોની જૂની પરંપરા મુજબ થરાદ ચામુંડા નગરમાં ચામુંડા ગરબા યુવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવ દિવસ માતાજીના  ગરબા દરમિયાન થરાદ નગરના પ્રજાજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી આપી છે.આ સમગ્ર આયોજન રાહાભાઈ રબારી, જયંતિભાઈ નાઈ સહિત ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે તેમજ બનાસકાંઠા સાંસદપરબતભાઈ પટેલ, ધારાસભ્ય, શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનોએ  ચામુંડા નગરમાં હાજરી આપી હતી અને ટ્રસ્ટીઓ અને યુવક મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News