કોરોના બાદ બનાસકાંઠાના ગામડાઓમાં નવરાત્રીથી ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 11:30:21
  • Views : 309
  • Modified Date : 2022-10-07 11:30:21

    વડગામ તાલુકાના નાંદોત્રા ગામે કોરોના ના બે વર્ષ બાદ ગામના ખેલૈયાઓ મન મૂકી ને ગરબે રમ્યા કોરોના મહામારીથી ગુજરાત જ નહિ પણ સમગ્ર દેશમાં ધાર્મિક સામાજિક જેવાં પ્રસંગો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હવે કોરોના પરિસ્થિતિ સુધારતા આ પ્રતિબંધ હટાવી દેવાથી બે વર્ષ બાદ નવરાત્રી માટે ઉત્સુક ખેલૈયાઓમાં આનંદ જાેવા મળ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તાર અને શેહરી વિસ્તારમા પણ લોકોએ નવરાત્રી જેવા પવિત્ર તહેવારમા માં આંબાની આરતી પૂજા તેમજ માતાજીના ગરબા રમી આનંદ અનુભવ્યો હતો.વડગામ તાલુકાના નાંદોત્રા ગામે આવોજ કંઈક માહોલ જાેવા મળ્યો હતો. જેમાં  ગામમાં એકજ નવરાત્રી થતી હોવાથી દરેક સમાજના ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગામનાં યુવાનો દ્વારા તેમજ ગામના વડીલો દ્વારા તેમજ ગામના સેવાભાવી દ્વારા રોજ ખૈલયાઓ માટે લહાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતંુ. તેમજ નાસ્તાનંુ પણ આયોજન કરવામા આવ્યું હતંુ. આમતો નવરાત્રિ નવ દિવસની હોવાથી નાંદોત્રા ગામે નવરાત્રિ દસ દિવસ સૂધી ઉજવાય છે જેમાં મહાપ્રસાદ તેમજ ગરબે ઘુમતા ખેલૈયા તેમજ નવરાત્રિ મા આવનાર તમામ વ્યકિતઓ માટે લહાણીનંુ વિતરણ કરવામા આવે છે દર વર્ષની જેમ નાંદોત્રા ગામના વતની તેવા અશોકકુમાર પ્રજાપતી, એ. કુમાર મ્યુઝિકલ ગ્રુપ દ્વારા પણ દસમાં નોરતે તેમની ટીમ સેવામાં ઉપસ્થિત રહે છે. જેમાં ગાયક કલાકાર બાબર મીર.જ્યોતિબેન બ્રહ્મભટ્ટ, મુકેશ મહેતા,અને ધ્યાની દવે. જેવા કલાકારના મધુર કંઠથી ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા તેમજ ગામમા કેબલ ઓપરેટર તરીકે સુરેશભાઈ જગાણી દ્વારા એકમથી લઈ દસમ સૂધી ગરબે રમતા ખેલૈયાઓનંુ લાઈવ યુ ટ્યુબ ચેનલ તેમજ તેમની ટીવી ચેનલ પર નવરાત્રિનું પ્રસારણ કરવામાં આવે છે.

 

Download Our B K News Today App



Related News