કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ યોજાયો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 14:33:38
  • Views : 411
  • Modified Date : 2022-10-11 14:33:38

પાલનપુર તાલુકાના કાણોદરમાં શ્રી મહાકાળી મંદિર ખાતે ૦૯/૧૦/૨૦૨૨ (રવિવાર) આસો સુદ પૂનમ (શરદ પૂનમ)ના પાવન દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. અને ભક્તોએ હવન તેમજ ભોજનના પ્રસાદનો લાભ લીધો.શ્રી સ્વામી બચુભારતી મહારાજ, શ્રીસ્વામી લક્ષ્મણભારતી મહારાજ ખેર (પરમાર), બાબરજી બાજાજી (હિન્દુ સમાજ)ખેર (પરમાર), જગાજી પરબતજી તથા સમસ્ત ખેર (પરમાર) તેમજ  હવનમાં બેસનાર ચૌધરી વિપુલભાઈ (ચાણસ્મા), દરબાર ચેતનસિંહ (પાલનપુર) ઠાકોર, પાર્થ શૈલેષભાઈએ માતાના પાવન યજ્ઞનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ મંદિરે શરદ પુનમ હોવાથી ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News