આજની ખાસ એકાદશી પર આવી ભૂલો ન કરતાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 13:44:04
  • Views : 224
  • Modified Date : 2022-09-06 13:51:44

ભાદરવા મહિનાની એકાદશી તિથિએ પરિવર્તિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત આજે એટલે કે 6 સપ્ટેમ્બર 2022ના રોજ મનાવવામાં આવી રહ્યું છે. તેને જલઝૂલની એકાદશી અને પદ્મ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ દરમિયાન પાતાળ લોકમાં નિદ્રા કરી રહેલ ભગવાન વિષ્ણુ આ દિવસે પડખું ફરે છે અને એટલા માટે જ આ એકાદશીનું નામ પરિવર્તિની એકાદશી પાડવામાં આવ્યું છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સાથે જ પરિવર્તિની એકાદશીના દિવસે થોડા કામ ન કરવા જોઈએ. ચાલો જાણીએ ક્યા છે એ કાર્ય.

પરિવર્તિની અગિયારસના દિવસે ન કરવા જોઈએ આ કામ

ચોખાનું સેવન ન કરો - પરિવર્તિની એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આજના દિવસે ચોખાનું સેવન કરવાથી આવતા જનમમાં જમીન પર ઢસળતા જીવ તરીકે જન્મ થાય છે. આવી સ્થિતિમાં જો તમે પરિવર્તિની એકાદશીનું વ્રત રાખતા હોવ તો ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. 

આ વસ્તુઓનું પણ ન કરો સેવન - પરિવર્તિની એકાદશીના દિવસે ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને દાળનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ એકાદશી પર આ અનાજનું સેવન ન કરવાથી બીજા લોકો પર તમારો પ્રભાવ બની રહે છે. 

ગુસ્સો ન કરો  - આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુને ખૂબ જ શાંત માનવામાં આવે છે. એટલા માટે આજના દિવસે ક્રોધ અને વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. 

કોઈનું ખરાબ ન ઈચ્છો - આજના દિવસે બીજા વિશે ખરાબ વિચાર કે કામ કરવાથી બચવું જોઈએ. સાથે જ એવું માનવામાં આવે છે કે આજના વ્રતનો મોટાભાગનો સમય ભગવાનની પૂજા-અર્ચનામાં પસાર કરવો જોઈએ. 

પરિવર્તિની એકાદશી શુભ મુહૂર્ત-   
એકાદશી તિથિ 6 સપ્ટેમ્બર, 2022  મંગળવારના રોજ સવારે 5 વાગ્યે અને 54 મિનિટે  શરૂ શરૂ થાય છે અને 7 સપ્ટેમ્બર સવારે 3 વાગ્યે  અને 4 મિનિટે પૂરી થાય છે અને તેનો પારણનો સમય 08:19 થી 08:53 સુધીનો છે.

પરિવર્તિની એકાદશી પૂજા વિધિ 
આ દિવસે સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો, એ પછી પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરો. સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો અને ગણેશજીને મોદક અને દુર્વા અર્પણ કરી બંને સામે ઘીનો દીવો પ્રગટાવો. એકાદશીના દિવસે પહેલા ગણેશજીના મંત્રોનો જાપ કરો અને પછી ભગવાન વિષ્ણુનો. બસ આ વિધિને ધ્યાનમાં રાખીને તમારી પરેશાનીઓ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો.

Download Our B K News Today App



Related News