NCERT એ સ્ટેજ-2ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 14 ફેબ્રુઆરીએ વિવિધ શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 14:55:57
  • Views : 318
  • Modified Date : 2021-01-31 14:55:57

    નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ (NTSE) સ્ટેજ-2 માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા. તેની સાથે જ કાઉન્સિલે એક્ઝામ સેન્ટરનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ ncert.nic.in દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

    NCERT દેશના ઘણા શહેરોમાં આવેલા પરીક્ષા કેન્દ્રો પર 14 ફેબ્રુઆરીએ NTSE 2020 સ્ટેજ-2નું આયોજન કરશે. આ પરીક્ષામાં માત્ર તે જ વિદ્યાર્થીઓ સામેલ થશે, જે NTSE સ્ટેજ-1ની પરીક્ષામાં સફળ થયા હતા. અગાઉ પરીક્ષા 7 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, પરંતુ બાદમાં NCERTએ તારીખમાં ફેરફાર કરતા તેને 14 ફેબ્રુઆરીએ યોજવાનું નક્કી કર્યું.

    નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગની NTSE સ્ટેજ-2 પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને સ્કોલરશિપ આપવામાં આવશે. તેના અંતર્ગત 11મા અને 12માના વિદ્યાર્થીઓને દર મહિને 1,250 રૂપિયા અને UG-PGના વિદ્યાર્થીઓને 2,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને UGCના ધોરણો અનુસાર સ્કોલરશિપ મળશે.


Download Our B K News Today App



Related News