EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 17:02:59
  • Views : 495
  • Modified Date : 2021-03-26 17:02:59

    રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને પેન્શન સંબંધિત નાની નાની જાણકારીઓ માટે ઓફિસના ધક્કા ખાવા પડે છે. આ સમસ્યાનો અંત લાવવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને લાખો પેન્શનર્સને મોટી રાહત આપી છે. EPFOએ તેમના પોર્ટલ પર પેન્શનર્સ માટે ઘણી સુવિધાઓ આપી છે. જ્યાં પેન્શનર્સને પેન્શન સંબંધિત સવાલોના જવાબ મળી જશે.પેન્શનર્સને દર વર્ષે PF ઓફિસમાં લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા કરાવવાનું હોય છે. જેના કારણે તેમને ઓફિસના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે લાઇફ સર્ટિફિકેટ સંબંધિત દરેક જાણકારી પોર્ટલ પર જ ઉપલબ્ધ હશે.


Download Our B K News Today App



Related News