નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે લોન લેવાનું ટાળવું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 17:39:33
  • Views : 414
  • Modified Date : 2021-03-10 17:39:33

    કોરોના મહામારી ફરી એકવાર દેશમાં ફેલાવા લાગી છે. ગત વર્ષે કોરોનાના કારણે ઘણા લોકોને નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે તમારે પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે યોગ્ય ફાઈનાન્સિયલ પ્લાનિંગ જરૂરી છે. આજે અમે તમને આવી જ 5 જરૂરી બાબતો વિશે જણાવી રહ્યા છે જે તમારા ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં કામમાં આવશે.

    જો કોઈ કારણસર તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારા ઘર ખર્ચ માટે ઓછામાં ઓછા 3 મહિના માટે જરૂરી રકમ એક ઈમર્જન્સી ફંડમાં રાખવી જોઈએ. આ ફંડ તમારા બેંકના સેવિંગ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડમાં બનાવી શકો છો. આ ફંડનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ કરવો.

    કોરોનાકાળમાં લોકોને હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાઈ ગયું છે. મેડિકલ ઈન્શ્યોરન્સ તમને સમય પર પર્યાપ્ત મદદ પ્રદાન કરે છે. આર્થિક સંકટના સમયગાળામાં જો તમે અથવા તમારા પરિવારને કોઈ મેડિકલ ઈમર્જન્સીનો સામનો કરવો પડે છે તો તમે હેલ્થ પોલિસીની મદદથી ઈમર્જન્સીનો સામનો સરળતાથી કરી શકશો. જો તમારી પાસે હેલ્થ પોલિસી નહીં હોય તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તેમજ જો તમને કંઈક થઈ જાય છે તો લાઈફ ઈન્શ્યોરન્સ તમારા પરિવારને નાણાકીય સુરક્ષા આપશે.

    કોરોનાકાળમાં લોકોને ભાણ થઈ કે કારણ વગર અથવા વધારે વ્યાજ પર લોન લેવાથી તમે દેવામાં ડૂબી શકો છો. કોરોનાકાળમાં ઘણા લોકો તેમના ક્રેડિટ કાર્ડનું બિલ નથી ભરી શક્યા અને ન તો પોતાના પર્સનલ લોનના હપ્તા જમા કરી શક્યા છે. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થાય છે અને વ્યાજ પણ વધે છે. તેથી ભવિષ્યમાં કોરોના જેવી સમસ્યામાં આર્થિક સમસ્યાથી બચવા માટે વધારે વ્યાજ પર નકામી લોન લેવાથી બચવું.

    કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય વ્યવસ્થા હોવી જરૂરી છે. નાણાકીય વ્યવસ્થા કરીને તમે તેને ફોલો કરીને તમારા માસિક ખર્ચાઓનું એક બજેટ તૈયાર કરવું જોઈએ અને મહિનાના અંતમાં વાસ્તવિક ખર્ચાઓની સાથે બજેટની તુલના કરવી જોઈએ. આ તુલના તમને અહેસાસ કરાવશે કે તમે તે મહિનામાં કેટલા નકામા ખર્ચા કર્યા છે. તેનાથી તમે નકામા ખર્ચાઓ પર કંટ્રોલ કરી શકશો. તેનાથી તમને બચત કરવામાં પણ મદદ મળશે.નવા વર્ષે અથવા ભવિષ્યમાં પૈસાને લઈને તમારે વધારે સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રોકાણનો યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જો પહેલાથી રોકાણ કરી રહ્યા છો તો તેને બંધ ન કરો. મંથલી રોકાણ અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જરૂરી છે. તેના દ્વારા તમે સરળતાથી ભવિષ્યની જરૂરિયાતોને લઈને ફંડ તૈયાર કરી શકશો.


Download Our B K News Today App



Related News