48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે પ્રથમ સેલ, ICICI કાર્ડ યુઝર્સને ₹1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 12:19:33
  • Views : 446
  • Modified Date : 2021-04-12 12:19:33

   *  સેમસંગ ગેલેક્સી F12નાં બેઝિક સ્પેસિફિકેશન્સ: 

ડિસ્પ્લે સાઈઝ6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ ઈન્ફિનિટી-V
OSએન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI 3.1
પ્રોસેસરએક્સીનોસ 850
રિઅર કેમેરા48MP+5MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP
રેમ4GB
સ્ટોરેજ ​​​​​​​64GB/128GB

બેટરી

6000mAh વિથ 16 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

    સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ગયા અઠવાડિયે ગેલેક્સી F12 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આજે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ અને સેમસંગની ઓફિશિયલ સાઈટ પર તેનો ફર્સ્ટ સેલ યોજાશે. ફોનમાં 48MPનો કેમેરા અને 6000mAhની બેટરી મળે છે. ગેલેક્સી F12નાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. ફોનનાં બ્લેક, ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફ્લિપકાર્ટ પર ICICI બેંકના ગ્રાહહકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ 5% ડિસ્કાઉન્ટ સાથે ફોનની ખરીદી કરી શકશે. ફ્લિપકાર્ટ પર 1834 રૂપિયાથી શરૂ થતી 'નો કોસ્ટ EMI' પણ અવેલેબલ છે.

Download Our B K News Today App



Related News