ઈન્ડેન, ભારત ગેસ અને HPના ગ્રાહકોને મોટી રાહત, હવે મિનિટોમાં તમારો સિલિન્ડર બુક થઈ જશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 13:54:25
  • Views : 438
  • Modified Date : 2021-04-10 13:54:25

    ઈન્ડેન, ભારત ગેસ, અને HPના કસ્ટમર માટે રાહતના સમાચાર છે. તમે સરળતાથી LPG ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો. બુકિંગમાં હવે કોઈ સમસ્યા નહીં થાય. ગ્રાહકો મિનિટોમાં LPG સિલિન્ડરનું બુકિંગ વ્હોટ્સએપ અને SMS દ્વારા કરી શકે છે. ગેસ કંપનીઓ તેમના ગ્રાહકોને સુવિધા માટે ઘણી સર્વિસ આપે છે.

* જાણો ઈન્ડેન, HP અને ભારત ગેસના ગ્રાહકો કેવી રીતે બુકિંગ કરી શકે છે. શું છે પ્રોસેસ.

1. ઈન્ડેન કસ્ટમર્સ
ઈન્ડેનના ગ્રાહકો 7718955555 પર કોલ કરીને LPG સિલિન્ડર બુક કરાવી શકે છે. તમે વ્હોટ્સએપ પર REFILL લખીને 7588888824 નંબર પર મેસેજ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. ગ્રાહકોએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ મેસેજ કરવો પડશે.

2. ભારત ગેસ કસ્ટમર્સ
ભારત ગેસ ગ્રાહકોને ગેસ સિલિન્ડરના બુકિંગ માટે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર 1800224344 પર BOOK અથવા 1 ટાઈપ કરીને મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ બુકિંગ રિક્વેસ્ટ ગેસ એજન્સી દ્વારા સ્વીકાર કરવામાં આવશે અને તમારે તમારા વ્હોટ્સએપ નંબર પર acceptedનું અલર્ટ મળશે અને તમારું કામ થઈ જશે.

3. HP કસ્ટમર્સ
ગ્રાહકો 9222201122 પર વ્હોટ્સએપ પર એક મેસેજ કરીને HP ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. ગ્રાહકે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મેસેજ કરવાનો રહેશે. આ નંબર પર તમને ઘણી અન્ય સેવાઓની જાણકારી મળતી રહેશે. HP કસ્ટમર્સ

    ગ્રાહકો ગેસ એજન્સી અથવા ડીલરનો સંપર્ક કરીને બુકિંગ કરી શકે છે. તે સિવાય વેબસાઈટ પર જઈને ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકે છે અથવા કંપનીના વ્હોટ્સએપ નંબર પર એક મેસેજ કરીને LPG ગેસ સિલિન્ડર બુક કરી શકે છે. વ્હોટ્સએપ દ્વારા ઈન્ડેન, HP અને ભારતના ગ્રાહક LPG સિલિન્ડર સરળતાથી બુક કરી શકે છે.


Download Our B K News Today App



Related News