SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 20 એપ્રિલ સુધી ઓફલાઈન અરજી કરી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 17:08:33
  • Views : 474
  • Modified Date : 2021-03-28 17:08:33

    ભારતીય સ્ટેટ બેંકે 179 એક્ઝિક્યુટિવ, ફીલ્ડ ઓફિસરના પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 20 એપ્રિલ સુધી આ પદ માટે અપ્લાય કરી શકે છે. ઉમેદવારો નક્કી તારીખ સુધી એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

* પદોની સંખ્યા- 179 પદ

પદસંખ્યા
CSP વિઝિટ ઓફિસર (FI & MM)76
એક્ઝિક્યુટિવ (રિકવરી)) FI & MM10
એક્ઝિક્યુટિવ (માર્કેટિંગ) FI & MM43
RACCs (R & DB and FI&MM)માં ફિલ્ડ વિઝિટ ઓફિસર50

* લાયકાત
આ પદ માટે બેંકની સેવામાંથી નિવૃત્ત અધિકારીઓ અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

*વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 60થી 63 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પોસ્ટ પ્રમાણે વર્ય મર્યાદાની જાણકારી અને છૂટછાટ વિશે જાણવા માટે નોટિફિકેશન જોવું.

*સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

*સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 30,000-35,000 રૂપિયા સેલરી આપવામાં આવશે.

*એપ્લિકેશન ફી
અરજી કરનાર ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

*આ રીતે અરજી કરવી
ઈચ્છુક ઉમેદવારો નક્કી ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

Download Our B K News Today App



Related News