બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે બેંકને લગતા કામ પૂરા કરી લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:32:36
  • Views : 501
  • Modified Date : 2021-03-10 15:32:36

    માર્ચમાં શનિવાર અને રવિવાર પછી બેંક હડતાળના કારણે સતત 4 દિવસ સુધી બેંક બંધ રહેશે. મહિનાનો બીજો શનિવાર 13 માર્ચે હોવાથી બેંકમાં રજા રહેશે. તેમજ 14 માર્ચે રવિવારના કારણે બેંક બંધ રહેશે. ત્યારબાદ 15 અને 16 માર્ચના રોજ બેંકોની દેશવ્યાપી હડતાળ રહેશે. એટલે કે હડતાળના કારણે 13 માર્ચથી લઈને 14 માર્ચ સુધી બેંકોમાં કામકાજ ઠપ રહેશે.15 અને 16 માર્ચે બેંકોની દેશવ્યાપી હડતાળ રહેશે. આ હડતાળ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની વિરુદ્ધ છે. જે બેંકોનું ખાનગીકરણ થવાનું છે તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ સામેલ છે.

    માર્ચમાં આવનાર દિવસોમાં 10 દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય. માર્ચમાં 11 તારીખે મહાશિવરાત્રી અને 29 માર્ચે હોળીના કારણે બેંકો બંધ રહેશે. તે સિવાય આ મહિનામાં અત્યારે કુલ 3 રવિવાર બાકી છે. તે ઉપરાંત 13 માર્ચે બીજો અને 27 માર્ચે ચોથો શનિવાર હોવાને કારણે બેંક બંધ રહેશે.ક્યારે બેંકો બંધ રહેશે
તારીખબંધ રહેવાનું કારણ
11મહાશિવરાત્રી
13બીજો શનિવાર
14રવિવાર
15હડતાળ
16હડતાળ
21રવિવાર
27ચોથો શનિવાર
28રવિવાર
29હોળી
30ધૂળેટી

Download Our B K News Today App



Related News