લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, ભારતમાં 4,627 મોબાઈલ યુઝર્સ તેનો ભોગ બન્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-03 13:42:21
  • Views : 454
  • Modified Date : 2021-03-03 13:42:21

કેટલાક લોકો તેમના પાર્ટનરની લાઈફને ડિજિટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. સાયબર સ્પેસ ફર્મ કેસ્પરસ્કાઈના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતમાં લગભગ 4,627 મોબાઈલ યુઝર્સને સ્ટોકરવેરનો ભોગ બનવું પડ્યું છે. સ્ટોકરવેર ઘરેલુ હિંસાના ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવતું એક ગુપ્ત સોફ્ટવેર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો મહામારી અને લોકડાઉન ન થયું હોત, આ આંકડો સફળતાની ઉંચાઈ પર હોત.

    સ્ટોકરવેર એપ્સને નકલી એપના નામથી છૂપાવવામાં આવે છે. આ શંકાસ્પદ એપ્સની પહોંચ સામાન્ય રીતે યુઝરના મેસેજ, કોલ લોગ અને વ્યક્તિગત પ્રવૃતિ સુધી હોય છે. ઉદાહરણથી સમજો કેસ્પરસ્કાઈએ જણાવ્યું કે, વાઈ-ફાઈ નામની આ એપ જે યુઝરના જિયોલોકેશન સુધી પહોંચ રાખે છે, એક શંકાસ્પદ એપ છે.સ્ટોકરવેર સાઈબર હિંસાની એક રીત છે અને વૈશ્વિક ઘટના જે આકાર, સમજ અથવા સંસ્કૃતિનું ધ્યાન રાખ્યા વગર દેશોને પ્રભાવિત કરે છે. 2000માં કુલ 53,870 મોબાઈલ યુ઼ઝર વૈશ્વિસ સ્તરે સ્ટેકવેરથી પ્રભાવિતા હતા. 2019માં ક્રેસ્પપરસ્કાઈએ 67,500 પ્રભાવિત મોબાઈલ યુઝર્સને શોધવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ એક આશ્ચર્યજનક છે અને વૈશ્વિસ સ્તર પર સ્ટોકરવેરથી પ્રભાવિત યુઝર્સની સંખ્યામાં માર્ચથી જૂન 2020 સુધી ઘટાડો રહ્યો. તે વિશ્વમાં લાગુ લોકડાઉનની શરૂઆત સમયથી પણ હતું.

    મોબાઈલ યુઝર એ શોધી શકે છે કે તેના ફોનમાં સ્ટોકરવેર ઈન્સ્ટોલ છે કે નહીં. સૌથી પહેલા તે એપ્સને દૂર કરવી જે ઉપયોગમાં નથી આવતી. જો એર એક મહિના અથવા તેનાથી વધારે સમય સુધી ઓપન નથી કરવામાં આવી તો તે માની લેવું યોગ્ય છે કે તેની જરૂર નથી અને જો તેની ભવિષ્યમાં જરૂર પડે છે તો તેને ફરીથી ઈન્સ્ટોલ કરી શકાય છે.

    એન્ડ્રોઈડ ડિવાઈસ યુઝર્સ 'unknown sources' સેટિંગની તપાસ કરો. જો તમારા ડિવાઈસ પર 'unknown sources' ઈનેબલ છે, તે સંકેત હોઈ શકે છે. તેથી કોઈને કોઈ અનવોન્ટેડ સોફ્ટવેકને કોઈ થર્ડ પાર્ટી સોર્સથી ફોનમાં ઈન્સ્ટોલ કરવામાં આવી છે.સ્ટોરકવેર ડાઉનલોડ કરવા માટે, અબ્યુઝ યુઝરના કેટલાક એવા વેબ પેજ પર જવું પડશે જેવા વિશે પ્રભાવિત યુઝરને ખબર નથી હોતી. જો અબ્યુઝર તેને હટાવી દે છે, તો તેની કોઈ હિસ્ટ્રી પણ નહીં મળે.

    જો તમને ખબર પડી જાય કે ડિવાઈસમાં સ્ટોકરવેર છે, કો તેને હટાવવામાં ઉતાવળ ન કરવી. તેનાથી સુરક્ષાનું જોખમ વધી શકે અને ઘણી વખત અબ્યુઝ પોતાની સદિંગ્ધ પ્રવૃતિઓને વધારી પણ શકે છે.

        2019માં, કેસ્પરસ્કાઇએ 9 અન્ય સંસ્થાઓની સાથે મળીને 'કોએલિશન અગેનસ્ટ સ્ટોકરવેર'ની સ્થાપના કરી, જેના હવે પાંચ મહાદ્વીપોના 30 સભ્ય છે. ગત વર્ષે નવેમ્બરમાં કંપનીએ ફ્રી એન્ટિ-સ્ટોકરવેર ટૂલ જારી કર્યું, જેને ટાઈનીચેક કહેવામાં આવે છે જેથી બિનલાભકારી સંસ્થાઓને ઘરેલુ હિંસાથી પીડિતોની મદદ કરવા અને તેમની ગોપનીયતાની રક્ષા કરવામાં મદદ મળી શકે.


Download Our B K News Today App



Related News