બાળકોની ટ્યુશન ફી અથવા તેમના માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-26 13:03:43
  • Views : 400
  • Modified Date : 2021-02-26 13:03:43

    2020-21 માટે 31 માર્ચ 2021 સુધી ઈન્કમ રિટર્ન ફાઈલ કરવાનું છે. આવી સ્થિતિમાં રિટર્ન ફાઈલ કરતા પહેલા તમને એ વાતની સંપૂર્ણ અને યોગ્ય જાણકારી હોવી જોઈએ કે તમે કયા ખર્ચા અથવા રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. તમે તમારા બાળકોની ટ્યુશનની ફી અથવા તેની એજ્યુકેશન લોન સહિત તેના પર કરવામાં આવેલા ઘણા અન્ય ખર્ચા પર પણ ટેક્સ છૂટ માટે ક્લેમ કરી શકો છો. અમે તમને બાળકો પર કરવામાં આવેલા ખર્ચ અને રોકાણ વિશે જણાવી રહ્યા છીએ કે જેના પર તમે છૂટ લઈ શકો છો.

    જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તો તમે તમારી દીકરી માટે સુકન્યા સમુદ્ધિ યોજનામાં રોકાણ કરીને 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકો છો. તે ઉપરાંત જો તમારી દીકરી 10 વર્ષ કરતા મોટી છે અથવા દીકરો છે તો તમે PPF અથવા યુલિપ (ULIP) સહિત અન્ય એવી યોજનાઓમાં રોકાણ કરી શકો છો, જ્યાં તમને 80C અંતર્ગત ટેક્સ બેનિફિટ મળી શકે છે.

    તમે તમારા બાળકો માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરીને પણ તમે ટેક્સ બચાવી શકો છો. તેમાં સેક્શન 80D અંતર્ગત 25 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે.ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની રકમ પર તમને ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. સેક્શન 80C અંતર્ગત ટેક્સ લાભ લેવા માટે તમારે દર વર્ષે નવો પ્લાન લેવાની જરૂર નહીં પડે. એક પોલિસીમાં વાર્ષિક તમારું રિન્યુઅલ પ્રીમિયમ પણ સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટ મેળવવા માટે યોગ્ય છે.

    તમે બે બાળકો માટે સ્કૂલ/કોલેજની ટ્યુશન ફી પર પણ સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ લઈ શકો છો. જો તમારે બેથી વધુ બાળકો છે, તો તમે કોઈપણ બે બાળકો માટે આ ક્લેમ કરી શકો છો. તેના માટે શરત એટલી છે કે, ભારતમાં આવેલી વિશ્વવિદ્યાયલ, કોલેજ, સ્કૂલ અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાને ફીની ચૂકવણી કરવામાં આવેલી હોવી જોઈએ. ટેક્સમાં રાહત માત્ર ફૂલ ટાઈમ એજ્યુકેશન માટે ઉપલબ્ધ છે. ટેક્સ રાહત અંતર્ગત ખાનગી ટ્યુશન, કોચિંગ ક્લાસ અથવા કોઈ પાર્ટ ટાઈમ કોર્સ નથી આવતો.તમે તમારા બાળકો માટે લીધેલી એજ્યુકેશન લોન માટે તમે સેક્શન 80E અંતર્ગત ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરી શકો છો. બાળકોના હાયર એજ્યુકેશનના ખર્ચ માટે બેંકમાંથી એજ્યુકેશન લોન લઈ શકાય છે.

    સેક્શન 80DDB અંતર્ગત તમે કોઈ આશ્રિતની ગંભીર અને લાંબી બીમારીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ પર ટેક્સ છૂટ મળે છે. કોઈ આકવેરા ભરનાર તેના માતા-પિતા, બાળકો, આશ્રિત ભાઈ-બહેન અને પત્નીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ માટે કપાત માટે ક્લેમ કરી શકે છે. તેમાં કેન્સર, હિમોફીલિયા, થેલેસેમિયા અને એડ્સ જેવી બીમારીઓ સામેલ છે. બાળકો માટે આ ઘટાડો 40 હજાર રૂપિયા હોય છે. તેના માટે મેડિકલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.


Download Our B K News Today App



Related News