હવે UTS એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે, સ્ટેશનથી 5 કિલોમીટરના દાયરામાં ટિકિટ બુક થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 14:25:26
  • Views : 417
  • Modified Date : 2021-02-28 14:25:26

    રેલવેએ ટિકિટ બુકિંગ કરાવનાર યાત્રીઓને મોટી રાહત આપી છે. હવે યાત્રીઓએ જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં નહિ ઊભા રહેવું પડે. આ જ કામ હવે ટેક્નોલોજીની મદદથી યાત્રિકો મોબાઈલ એપથી પણ કરી શકશે. આ પહેલાં રિઝર્વેશનની ટિકિટ સાથે જનરલ ટિકિટ ઓનલાઈન બુક કરાવાની સુવિધા મળતી હતી, પરંતુ કોરાનાને ધ્યાનમાં રાખતાં અત્યાર સુધી આ સર્વિસ બંધ હતી. હવે રેલવે તેને ફરી શરૂ કરવા જઈ રહી છે.

    રેલવેએ મહામારીને ધ્યાનમાં રાખીને આ સર્વિસ શરૂ કરી છે. ટિકિટ કાઉન્ટર પર સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરતાં UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ)નાં માધ્યમથી અનારક્ષિત ટિકિટ બુક કરવાની સુવિધા ફરી શરૂ કરી છે. હવે જનરલ ટિકિટ પણ ઓનલાઈન જ બુક કરાવી શકાશે. આ સર્વિસ લોકડાઉનમાં બંધ કરવામાં આવી હતી. ઈન્ડિયન રેલવે બુકિંગ પ્લેટફોર્મ દેશમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ઓનલાઈન પ્લેટફોર્મ છે.

    રેલવેએ 25 ફેબ્રુઆરીએ કહ્યું કે UTS ON MOBILE અનારક્ષિત ટિકિટ બુકિંગની સુવિધા ફરી શરૂ કરવામાં આવશે. તેનાથી બુકિંગ કાઉન્ટર પર જમા થતી ભીડ ઓછી થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રેલવે અનારક્ષિત ટ્રેન સર્વિસને સ્ટેપ બાય સ્ટેપ તરીકે શરૂ કરશે.UTS એપની સુવિધા 2018થી કાર્યરત છે. તેનાં માધ્યમથી યાત્રી ટ્રેન ટિકિટ બુક/કેન્સલ કરી શકે છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગૂગલ પ્લે અને iOS યુઝર્સ માટે એપ સ્ટોર પર તે અવેલેબલ છે.

* જો તમે ઘરે બેસીને જનરલ ટિકિટ બુક કરવા માગો છો તો આ સ્ટેપ્સ ફોલો કરો

  • -સૌ પ્રથમ પ્લે સ્ટોરથી UTS ઓન મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
  • -એપને GPS પરમિશન આપવાની રહેશે. તમે સ્ટેશનના 5 કિલોમીટરના વર્તુળમાં જ ટિકિટ બુક કરાવી શકો છો.
  • -એપ પર રજિસ્ટ્રેશન માટે UTS પર નામ, મોબાઈલ નંબર અને બીજી વિગતો સબમિટ કરો.
  • -રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • -તે સબમિટ કર્યા બાદ તમારુ ID અને પાસવર્ડ જનરેટ કરો.
  • -આ સુવિધા માત્ર અનારક્ષિટ ટિકિટ માટે જ છે.
  • -યાત્રીકોને રિઝર્વેશનની ટિકિટની જેમ આ ટિકિટમાં પણ PNR નંબર મળે છે. એક PNR નંબર પર 4 ટિકિટ બુક કરાવી શકાય છે.
  • -ટિકિટનું પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પેટીએમ સહિતના વોલેટની મદદથી કરી શકાય છે.
  •     હાલ શરૂઆતના કોરોનાકાળની સરખામણીએ 65% મેલ અને એક્સપ્રેસ પાટા પર ફરી છે. આ સિવાય 90%થી વધારે લોકલ ટ્રેનો દોડતી થઈ છે. ડેટા પ્રમાણે દર-રોજ 1250 મેલ અને એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે. જ્યારે 5350 લોકલ ટ્રેન અને 326થી વધારે પેસેન્જર ટ્રેન ચાલી રહી છે.


Download Our B K News Today App



Related News