ટૂંક સમયમાં મેગ્નેટિક કનેક્ટર સાથે આઈફોન અને આઈપેડ લોન્ચ થશે, કંપનીએ પેટન્ટ ફાઈલ કરાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:24:47
  • Views : 404
  • Modified Date : 2021-03-09 11:24:47

    એપલે અલગ અલગ પ્રકારની મેગ્નેટિક સ્માર્ટ કનેક્ટર સિસ્ટમની પેટન્ટ ફાઈલ કરાવી છે. કંપની તેનો ઉપયોગ આઈપેડ અને આઈફોનમાં કરી શકે છે.

    પેટન્ટલીએપલના રિપોર્ટ અનુસાર, અમેરિકન ટેક કંપનીએ સ્માર્ટ કનેક્ટરની ઘણી પેટન્ટ ફાઈલ કરાવી છે. યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસે એપલને એક પેટન્ટ આપી છે. તેમાં ચાર્જર અને સ્માર્ટ એક્સેસરીઝ માટે અનેક સ્માર્ટ કનેક્ટર્સની ડિટેલ જોવા મળે છે.કંપનીએ આ પેટન્ટ એપ્લિકેશન 10 એપ્રિલ, 2018ના રોજ ફાઈલ કરી હતી. પેટન્ટને મેગ્નેટિક સરફેસ કોન્ટેક્ટ્સ ટાઈટલ આપવામાં આવ્યું છે. તેમાં મેગ્નેટિક સ્માર્ટ કનેક્ટરથી સંબંધિત એપ્લિકેશન્સની એક સિરીઝ સામેલ છે.

    એપલ વોચથી લઈને આઈફોન સુધી કંપનીએ એપલના મોટા ભાગની પ્રોડક્ટ પોર્ટેબલ ઈલેક્ટ્રોનિ્કસ વા.યરલેસ ચાર્જિંગ પર શિફ્ટ કરી છે. તેમાંથી કેટલાક ડિવાઈસ મેગસેફ સાથે કમ્પિટિબલ છે.એપલ કથિત રીતે આઈફોન 12 માટે 2 મેગસેફ બેટરી પેક મોડલ પર કામ કરી રહી છે. તેમાં એક બેટરી પેક રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજીથી સજ્જ હોઈ શકે છે. રિવર્સ ચાર્જિંગ સાથે બેટરી આઈફોન 12 ચાર્જ કરવા માટે બીજી તરફથી એરપોડ્સને ચાર્જ કરી શકાશે.


Download Our B K News Today App



Related News