મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો મુસાફરને ટેક-ઓફ પહેલાં જ ડિબોર્ડ કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 16:59:48
  • Views : 379
  • Modified Date : 2021-03-13 16:59:48

    સરકારે હવાઈ મુસાફરી કરનારા લોકો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેના અંતર્ગત મુસાફરોને ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે. મુસાફરી દરમિયાન તેમના માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી રહેશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) અનુસાર, જો મુસાફર આ નિયમોનું પાલન નહીં કરે તો તેને સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવશે અને ચેતવણી આપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

    હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું જરૂર રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી રહેશે. જો કોઈ મુસાફર માસ્ક નથી પહેરતો તો તેને મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.એરપોર્ટના પ્રવેશદ્વાર પર તહેનાત સુરક્ષાકર્મી એ ખાતરી કરશે કે કોઈને પણ માસ્ક વગર એરપોર્ટની અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. CASO અને સુપરવિઝન અધિકારીઓએ વ્યક્તિગત રૂપે આ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.એરપોર્ટના ડાયરેક્ટર/ટર્મિનલ મેનેજર એ ખાતરી કરશે કે મુસાફરે યોગ્ય રીતે માસ્ક પહેર્યું હોય અને એરપોર્ટના પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે.જો કોઈપણ મુસાફર કોવિડ-19 પ્રોટોકોલનું પાલન નહીં કરે તો તેને ચેતવણી આપ્યા બાદ સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવશે. ફ્લાઈટમાં જો કોઈ મુસાફર વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ યોગ્ય રીતે માસ્ક નથી પહેરતો તો તેને ટેક-ઓફ પહેલા જ ડિબોર્ડ કરવામાં આવશે.

    જો વારંવાર ચેતવણી છતાં મુસાફર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરે તો તેને અનિયંત્રિત યાત્રી (Unruly Passenger) માનવામાં આવશે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.દેશમાં કોરોનાના નવા સંક્રમિતોની સંખ્યા દરરોજ વધી રહી છે. શુક્રવારે 24,845 નવા સંક્રમિત મળ્યા, 19,972 સાજા થયા અને 140 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 4,730નો વધારો થયો. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી આવ્યા. ત્યાર બાદ કેરળ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આવ્યા છે.


Download Our B K News Today App



Related News