હવે 5G ફોન સસ્તાં થશે, ભારતમાં મળનારા 5G સ્માર્ટફોન માટે સસ્તો ચિપસેટ બનાવવામાં આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 14:35:37
  • Views : 437
  • Modified Date : 2021-04-15 14:35:37

    અમેરિકન ટેક કંપની મીડિયાટેકે નવો 5G સ્માર્ટફોન ચિપસેટ લોન્ચ કર્યું છે. આ ચિપસેટનું નામ ડાયમેન્શન 700 5G રાખવામાં આવ્યું છે. તે ખાસ કરીને ઇન્ડિયન માર્કેટ માટે બનાવવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, આ ચિપસેટનો ઉપયોગ સસ્તાં સ્માર્ટફોનમાં કરવામાં આવશે. તેને એડવાન્સ કેમેરા ફીચર્સ અને પાવર એફિશિયન્સી સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

    મીડિયાટેકે એવી પણ જાહેરાત કરી કે, આ ચિપસેટનો પ્રથમ ઉપયોગ રીયલમીનના સ્માર્ટફોનમાં કરવામાં આવશે. ત્યારબાદ તેને અન્ય કંપનીના સ્માર્ટફોનમાં પણ આપવામાં આવશે.મીડિયાટેક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અંકુ જૈને જણાવ્યું કે, મીડિયાટેક ડાયમેન્શન 700 ભારતમાં 5G માર્કેટને ગ્રોથ આપશે. અમે 5G સાથે સંકળાયેલા આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને આ ચિપસેટ બનાવ્યો છે. આ પ્રોસેસર સ્માર્ટફોનમાં એડવાન્સ કનેક્ટિવિટી આપે છે. ભલે પછી તમે કામ કરી રહ્યા હો, વીડિયોઝ જોઈ રહ્યા હો કે તમારા મિત્રો સાથે કનેક્ટેડ હો.

    આ પ્રોસેસર 90 હર્ટ્ઝ ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. તે હાઈ રિઝોલ્યુશન ફુલ HD+ ડિસ્પ્લે અને અલ્ટ્રા-ફાસ્ટ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેનાથી સ્ક્રોલિંગ અને ગેમિંગ દરમિયાન યુઝરને સારો એક્સપિરિયન્સ મળશે.આ 64 મેગાપિક્સલવાળા મલ્ટિ કેમેરાને સપોર્ટ કરે છે. મીડિયાટેકનું કહેવું છે કે, આ ફોનની બેટરી લાઇફ પણ વધારશે. આ મલ્ટિ વોઇસ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે.

Download Our B K News Today App



Related News