પરીક્ષા માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ, 2 મેથી પરીક્ષા યોજાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 13:05:27
  • Views : 321
  • Modified Date : 2021-03-09 13:05:27

    NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની UGC NET પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસનો આજે છેલ્લો દિવસ છે. જે ઉમેદાવારો આ પરીક્ષા આપવા ઈચ્છે છે તેમના માટે આજે છેલ્લો દિવસ છે. ઉમેદવારો NTAની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.nic.inનાં માધ્યમથી 9 માર્ચ સુધી અર્થાત આજના દિવસ સુધી અપ્લાય કરી શકે છે. એજન્સીએ નોટિફિકેશનનાં માધ્યમથી જાહેર કર્યું હતું કે અરજી કરવાની તારીખ લંબાવીને 9 માર્ચ સુધી કરવામાં આવી છે. આ પહેલાં છેલ્લી તારીખ 2 માર્ચ હતી. સાથે જ NTA JRFની ઉંમર સીમા વધારી 31 વર્ષની કરવામાં આવી છે.

    NTAએ નોટિફિકેશન જાહેર કરી UGC NETની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે JRF પરીક્ષા માટે મેક્સિમમ સીમા વધારીને 31 વર્ષની કરી છે. NTAની નોટિસ પ્રમાણે ઉંમર સીમાની છૂટછાટ માત્ર આ વખતની પરીક્ષા માટે જ રાખવામાં આવી છે. ત્યારબાદની પરીક્ષા માટે ઉંમર સીમાની લિમિટ 30 વર્ષની જ રહેશે.આ વર્ષે UGC NET દેશના પ્રમુખ શહેરોમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 2મેથી 17 મે સુધી અલગ અલગ દિવસ માટે આયોજિત કરવામાં આવશે. પરીક્ષા માટે 3-3 કલાકની બે શિફ્ટ રહેશે. પ્રથમ શિફ્ટમાં સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 સુધી આયોજિત કરવામાં આવશે. બીજી શિફ્ટ બપોરે 2:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની રહેશે.

  • 1. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 9 માર્ચ
  • 2. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ: 10 માર્ચ, 2021
  • 3. કરેક્શન વિન્ડો ઓપન: 12 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી

Download Our B K News Today App



Related News