ઈન્ટરનેટ કનેક્શન નથી તો ફિકર નોટ, નવાં ફીચર્સથી ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ પર વોઈસ-વીડિયો કોલિંગ કરી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:46:56
  • Views : 411
  • Modified Date : 2021-03-09 11:46:56

    વ્હોટ્સએપે થોડા સમય પહેલાં જ ડેસ્કટોપ વર્ઝનમાં વોઈસ અને વીડિયો કોલિંગ ફીચર્સ લોન્ચ કર્યું હતું. અર્થાત યુઝર્સ હવે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વ્હોટ્સએપ કોલિંગ કરી શકે છે. હાલ તેમાં વન ટુ વન કોલિંગની સુવિધા મળે છે, પરંતુ કેટલાક યુઝર્સની ચિંતા હતી કે ડેસ્કટોપ કોલિંગ સમયે જો ઈન્ટરનેટ કનેક્શન જતું રહેશે તો કોલિંગનું શું થશે. યુઝર્સની આ ચિંતા પર હવે કંપનીએ પૂર્ણ વિરામ મૂક્યું છે.

    વ્હોટ્સએપ ફીચર્સ ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoએ જણાવ્યું કે ઈન્ટરનેટ ડિસકનેક્ટ થઈ જવાથી ડેસ્કટોપ વ્હોટ્સએપ કોલિંગ પર તેની કોઈ અસર નહિ થાય. ફ્યુચર અપડેટ્સમાં મલ્ટિ ડિવાઈસ સપોર્ટ આવ્યા બાદ ફોનમાં ઈન્ટરનેટ ન હોય તો પણ કોલ અને મેસેજ કરી શકાશે.વ્હોટ્સએપ ઘણાં સમયથી મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની ખાસ વાત એ છે કે પ્રાઈમરી ડિવાઈસમાં ઈન્ટરનેટ ન હોય તો પણ અન્ય ડિવાઈસમાં વ્હોટ્સએપ કામ કરશે. WABetaInfoએ આ અપકમિંગ ફીચરને વ્હોટ્સએપનાં 2.21.1.1 બીટા વર્ઝનમાં સ્પોટ કર્યું છે.

    વ્હોટ્સએપ તેની નવી પ્રાઈવસીને લઈ વિવાદમાં ચાલી રહી છે. તેના માટે કંપનીએ કહ્યું છે કે યુઝર્સની ચેટ્સની જેમ વીડિયો અને વોઈસ કોલિંગ પણ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ રહેશે. કંપની ન તો વીડિયો કોલ્સ પર નજર રાખશે ન તો તેને સાંભળશે.

Download Our B K News Today App



Related News