રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ નવું પ્રાઈઝ લિસ્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 13:33:19
  • Views : 1061
  • Modified Date : 2021-03-07 13:33:19

    બુલેટ 350 રોયલ એનફિલ્ડની એન્ટ્રી-લેવલ મોટરસાયકલ છે અને આ બાઈક વર્તમાનમાં બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, એટલે સ્ટાન્ડર્ડ અને ઈલેક્ટ્રિક સ્ટાર્ટમાં ઉપલબ્ધ છે. બુલેટ 350 વર્તમાનમાં રોયલ એનફિલ્ડની સૌથી સસ્તી મોટરસાયકલ છે અને ભારતીય માર્કેટમાં એનફિલ્ડ સૌથી વધુ વેચાયેલી મોટરસાયકલોમાંથી એક છે. કંપનીએ ગત મહિને તેની કિંમતમાં વધારો કર્યો હતો અને હવે સતત બીજા મહિનામાં બુલેટ 350ની કિંમતમાં એક વખત ફરીથી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તેને BS6 એમિશન નોર્મ્સના અનુસાર અપટેડ કરવામાં આવી હતી, ત્યારે તેની કિંમત 1.21 લાખ રૂપિયા હતી. જો કે સતત કિંમતમાં વધારો થયા બાદ મોટરસાયકલની પ્રારંભિક કિંમત હવે વધીને 1.30 લાખ રૂપિયા (બંને કિંમતો, એક્સ-શોરૂમ નવી દિલ્હી) થઈ ગઈ છે. જુઓ રોયલ એનફિલ્ડ બુલેટ 350નું નવું પ્રાઈસ લિસ્ટ વેરિઅન્ટ નવી કિંમત* જૂની કિંમત* તફાવત બુલેટ 350 સ્ટાન્ડર્ડ સિલ્વર, ઓનિક્સ બ્લેક 1,30,228 રૂ. 1,27,094 રૂ. 3,194 રૂ. બ્લેક,ફોરેસ્ટ ગ્રીન કલર 1,36,502 રૂ. 1,33,261 રૂ. 3,241 રૂ. બુલેટ 350 ઈલેક્ટ્રિક સ્ટાર્ટ જેટ બ્લેક, રીગલ રેડ અને રોયલ બ્લૂ કલર 1,46,152 રૂ. 1,42,705 રૂ. 3,447 રૂ.

    બુલેટ 350 રોયલ એનફિલ્ડની એન્ટ્રી-લેવલ મોટરસાયકલ છે અને આ બાઈક વર્તમાનમાં બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, એટલે સ્ટાન્ડર્ડ અને ઈલેક્ટ્રિક સ્ટાર્ટમાં ઉપલબ્ધ છે. બુલેટ 350 વર્તમાનમાં રોયલ એનફિલ્ડની સૌથી સસ્તી મોટરસાયકલ છે અને ભારતીય માર્કેટમાં એનફિલ્ડ સૌથી વધુ વેચાયેલી મોટરસાયકલોમાંથી એક છે. કંપનીએ ગત મહિને તેની કિંમતમાં વધારો કર્યો હતો અને હવે સતત બીજા મહિનામાં બુલેટ 350ની કિંમતમાં એક વખત ફરીથી વધારો કરવામાં આવ્યો છે.

    જ્યારે તેને BS6 એમિશન નોર્મ્સના અનુસાર અપટેડ કરવામાં આવી હતી, ત્યારે તેની કિંમત 1.21 લાખ રૂપિયા હતી. જો કે સતત કિંમતમાં વધારો થયા બાદ મોટરસાયકલની પ્રારંભિક કિંમત હવે વધીને 1.30 લાખ રૂપિયા (બંને કિંમતો, એક્સ-શોરૂમ નવી દિલ્હી) થઈ ગઈ છે.

* જુઓ રોયલ એનફિલ્ડ બુલેટ 350નું નવું પ્રાઈસ લિસ્ટ

વેરિઅન્ટનવી કિંમત*જૂની કિંમત*તફાવત
બુલેટ 350 સ્ટાન્ડર્ડ
સિલ્વર, ઓનિક્સ બ્લેક1,30,228 રૂ.1,27,094 રૂ.3,194 રૂ.
બ્લેક,ફોરેસ્ટ ગ્રીન કલર1,36,502 રૂ.1,33,261 રૂ.3,241 રૂ.
બુલેટ 350 ઈલેક્ટ્રિક સ્ટાર્ટ
જેટ બ્લેક, રીગલ રેડ અને રોયલ બ્લૂ કલર1,46,152 રૂ.1,42,705 રૂ.3,447 રૂ.
    નવા વધારા પહેલાં બુલેટ 350 કિક સ્ટાર્ટ સિલ્વર અને ઓનિક્સ બ્લેક 1.27 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ઉપલબ્ધ હતી, જ્યારે બ્લેક અને ફોરેસ્ટ ગ્રીન કલર વેરિઅન્ટ 1.33 લાખ રૂપિયામાં ઉપલબ્ધ હતું. નવી કિંમતોમાં વધારો થવાની સાથે, બુલેટ 350 કિક સ્ટાર્ટ સિલ્વર અને ઓનિક્સ બ્લેક વેરિઅન્ટની કિંમત હવે 1.30 લાખ રૂપિયા છે, જ્યારે બ્લેક અને ફોરેસ્ટ ગ્રીન કલર વેરિઅન્ટ 1,36,502 રૂપિયામાં ઉપલબ્ધ હશે. ( તમામ કિંમતો એક્સ-શોરૂમ નવી દિલ્હી)

    બીજી તરફ બુલેટ 350 ઈલેક્ટ્રિક સ્ટાર્ટ ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં જેટ બ્લેક, રીગલ રેડ અને રોયલ બ્લૂ કલર સામેલ છે. બાઈકના આ વેરિઅન્ટની કિંમત પહેલાં 1,42,705 રૂપિયા હતી, પરંતુ હવે તમારે 1.46 લાખ રૂપિયા (બંને કિંમતો, એક્સ-શોરૂમ નવી દિલ્હી) ખર્ચ કરવા પડશે, એટલે કે 3,000થી વધારે.મોટરસાયકલમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. રોયલ એનફિલ્ડ વર્તમાનમાં બુલેટ 350ને 346ccના સિંગલ સિલિન્ડર ફોર-સ્ટ્રોક એન્જિનની સાથે રજૂ કરી છે, જે 5,250 RPM પર 19.1 હોર્સ પાવર અને 4,000 RPM પર તેમાં 28nmનો પીક ટોર્ક આઉટપુટ પણ આપે છે. એન્જિનને 5-ગિયરબોક્સની સાથે જોડવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News