1 એપ્રિલથી લાગૂ થશે ઇન્કમટેક્સને લઇને નવા નિયમો, જાણો શું બદલાઇ જશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 14:23:56
  • Views : 628
  • Modified Date : 2021-03-31 14:23:56

        1 એપ્રિલથી નવુ ફાઇનાન્સિયલ યર શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષમાં નિયમો બદલાઇ જશે અને જેનો અસર રોજબરોજના જીવન પર પડશે. કેન્દ્ર સરકાર ITR ફાઇલિંગને પ્રમોટ કરી રહી છે. સરકારે નવો નિયમ બનાવ્યો છે કે જે લોકો ITR ફાઇલ નહી કરે તેમને ડબલ ટીડીએસ આપવો પડશે. બજેટ 2020-21માં સરકારે વૈકલ્પિક દર અને સ્લેબ સાથે New Income Tax Regime શરૂ કરી છે જે 1 એપ્રિલથી શરૂ થનારા વર્ષમાં લાગૂ થઇ જશે. જેમાં જો કરદાતા ઇચ્છે તો જુના ટેક્સ સ્લેબ પ્રમાણે પણ કર આપી શકે છે. બજેટમાં નાણામંત્રીએ એલાન કર્યુ હતુ કે 75થી વધુની ઉંમરના લોકોને ટેક્સમાંથી રાહત આપવામાં આવશે. 1 એપ્રિલથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ પે નહી કરવો પડે. 

        નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પીએફ અકાઉન્ટમાં વર્ષના 2.5 લાખ રૂપિયાથી વધારેના ઇનવેસ્ટમેન્ટ પર તેનુ વ્યાજ આપવુ પડશે એટલે કે તમારા પીએફમાં 2.5 લાખ રૂપિયાનુ યોગદાન આપવા પર ટેક્સ છુટનો લાભ મળશે. વ્યક્તિગત ટેક્સપેયર્સના પહેલાા ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન આપવામાં આવશે. ટેક્સપેયર્સ માટેના નિયમોને આસાન બનાવવા માટે પહેલાથી જ ઇન્કમટેક્સમાં ડિટેઇલ્સ ભરેલી હશે.



     

     

     

Download Our B K News Today App



Related News