SBI 6.80%ના સસ્તા દરે હોમ લોન આપી રહી છે, 31 માર્ચ સુધી અપ્લાય કર્યું તો પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 14:48:34
  • Views : 401
  • Modified Date : 2021-03-01 14:48:34

    દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 6.80% વ્યાજ પર હોમ લોન આપી રહી છે. આટલું જ નહીં, SBIના અપ્રૂવ્ડ પ્રોજેક્ટ્સ હેઠળ, લોન માટે 31 માર્ચ, 2021 સુધીમાં અરજી કરી તો કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવી નહીં પડે.SBIએ હોમ લોન રેટ ઘટાડવાની સાથે ઘર ખરીદનારાઓને બીજો ફાયદો પણ આપ્યો છે. હવે ઘરની ખરીદી માટે લોન પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં. એટલે કે તમારી કુલ લોન પર લગભગ 1%ની વધુ બચત કરી શકાશે. પ્રોસેસિંગ ફી સામાન્ય રીતે 0.8%થી 1%ની વચ્ચે હોય છે. 20 લાખ રૂપિયાની લોન પર તમારે 18થી 20 હજાર રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે.

    SBIએ જણાવ્યું કે, હોમ લોન સેગમેન્ટમાં તેનો માર્કેટ શેર 34% છે. જ્યારે સરેરાશ1000 જેટલા ગ્રાહકો દરરોજ SBIમાંથી લોન લેવાની પ્રોસેસ કરી રહ્યા છે. બેંકનો હોમ લોનનો ધંધો રૂ. 5 લાખ કરોડને પાર કરી ગયો છે.પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ, SBI વધુ અને વધુ લોન મંજૂર કરી રહી છે. ડિસેમ્બર 2020 સુધીમાં, PMAY હેઠળ 1,94,582 હોમ લોન મંજૂર કરવામાં આવી હતી. SBI એ એકમાત્ર એવી બેંક છે કે જેને શહેરી આવાસ વિકાસ મંત્રાલય દ્વારા PMAY સબસિડી પર પ્રક્રિયા કરવા માટે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકે રચવામાં આવી છે.

* કઈ બેંક કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (%)
સિટી બેંક6.75
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઇન્ડિયા6.85
એક્સિસ6.90
LIC હાઉસિંગ ફાઇનાન્સ6.90
ICICI6.90

Download Our B K News Today App



Related News