31 માર્ચ સુધી SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરો, મહત્તમ 6.30% વ્યાજ સાથે લોન લેવાની પણ સુવિધા મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:09:12
  • Views : 370
  • Modified Date : 2021-03-09 16:09:12

    SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકે સિનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ્સ અંતર્ગત સિનિયર સિટિઝન્સને સામાન્ય FD કરતાં વધારે ઇન્ટરેસ્ટ આપવામાં આવી રહ્યો છે. જો તમે સિનિયર સિટીઝન હો અથવા તમે તમારા માતા-પિતા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમે 31 માર્ચ સુધી આ સ્કીમ્સનો લાભ લઈ શકો છો. અહીં જાણી લો આ સ્પેશિયલ FD સ્કીમ્સની મહત્ત્વપૂર્ણ માહિતી...

    HDFC બેંકે સિનિયર સિટીઝન કેર FD નામથી સિનિયર સિટિઝન્સ માટે એક સ્કીમ શરૂ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર, સિનિયર સિટીઝન્સ સામાન્ય ગ્રાહકોને પાંચ વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર અપાતાં વ્યાજ કરતાં 0.75% વધુ ચૂકવવામાં આવશે. સિનિયર સિટીઝન્સ અને અન્ય લોકોને 5 વર્ષ સુધીની ડિપોઝિટ પર 0.50% વ્યાજ મળશે. હાલમાં, HDFC બેંક ફિક્સ ડિપોઝિટ પર મહત્તમ 5.50% વ્યાજ આપી રહી છે, આ યોજના હેઠળ રોકાણ કરવાથી વાર્ષિક 6.25% લેખે વ્યાજ મળશે.

    ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં SBI વીકેર નામથી સિનિયર સિટીઝન્સ માટે નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. સિનિયર સિટીઝનને આ સ્કીમમાં વધુ ઇન્ટરેસ્ટ મળશે. રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં સિનિયર સિટીઝન્સને નોર્મલ FD કરતાં 0.80% વધુ વ્યાજ મળશે. નિયત સમયગાળામાં આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવનારા ગ્રાહકોને જ લાભ મળશે. હાલમાં SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે.

    ICICI બેંકે હવે સિનિયર સિટીઝન્સ માટે ગોલ્ડન યર્સ FD નામની એક સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માગતા હો તો તમને સામાન્ય FD કરતાં 0.80% વધુ વ્યાજ મળશે. હાલમાં ICICI બેંક દ્વારા 5 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની FD પર સૌથી વધુ 5.50% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એટલે કે, સિનિયર સિટીઝન્સને હવે આ યોજના હેઠળ મહત્તમ 6.30% વ્યાજ આપવામાં આવશે. આ સ્કીમ 5 વર્ષ, 1 દિવસથી 10 વર્ષ સુધી 2 કરોડ રૂપિયા સુધીની ડિપોઝિટ પર લાગુ રહેશે. આ યોજના જૂની FD તેમજ નવી FDના રિન્યૂઅલ માટે પણ લાગુ થશે. જો ICICI બેંક ગોલ્ડન યર્સ FD હશે તો ગ્રાહકો તેના પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકશે.

    બેંક ઓફ બરોડાની સ્પેશિયલ ઓફર હેઠળ, બેંક 5 વર્ષથી 10 વર્ષથી વધુની FD પર માર્ચ 2021 સુધી સિનિયર સિટીઝનને 1% વધુ વ્યાજ ચૂકવી રહી છે. બેંક ઓફ બરોડામાં સિનિયર સિટીઝન માટે અત્યારના સમયમાં FD પર વાર્ષિક વ્યાજ 3.30%થી લઇને 6.25% સુધીનું આપવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News