વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે ફ્લેગશિપ એક્સપિરિઅન્સ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 15:15:42
  • Views : 461
  • Modified Date : 2021-03-19 15:15:42

    23 માર્ટે વનપ્લસ તેની લેટેસ્ટ સિરીઝ વનપ્લસ 9 ભારતમાં લોન્ચ કરશે. આ સિરીઝમાં કંપની વનપ્લસ 9R પણ લોન્ચ કરશે. કંપનીના CEO પીટ લાઉએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ વાત કન્ફર્મ કરી છે. શરૂઆતમાં આ ફોનનું નામ વનપ્લસ 9 લાઈટ હશે તેવી વાત વહેતી થઈ હતી.

    લાઉએ કહ્યું કે વનપ્લસ 9R સ્માર્ટફોન ઓછી કિંમતમાં ફ્લેગશિપ એક્સપિરિઅન્સ આપશે. વનપ્લસ 9 સિરીઝ સ્માર્ટફોનની સરખામણીએ તે વધારે સસ્તો હોવા છતાં તેમાં હાઈ સ્ક્રીન રિફ્રેશ રેટ અને 5G સપોર્ટ મળી શકે છે.

    ઈન્ટરવ્યૂમાં લાઉએ કહ્યું કે, વનપ્લસ 9Rમાં સ્મૂધ સ્ક્રોલિંગ, ઈમર્સિવ ગેમિંગ કન્ટ્રોલ્સ અને એક સારો વ્યૂઈંગ એક્સપિરિઅન્સ મળશે. જોકે તેની કિંમત વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે હિન્ટ આપી છે કે તે મિડ રેન્જ પ્રાઈસ સેગમેન્ટમાં લોન્ચ થશે. તેને કંપનીના 2021ના પોર્ટફોલિયોમાં પ્રીમિયમ ટિયર ડિવાઈસ તરીકે મેન્શન કરવામાં આવ્યો છે.લાઉએ કહ્યું કે વનપ્લસ 9R સાથે લેટેસ્ટ ટેક્નોલોજી અને ક્લાસ લીડિંગ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન સાથે એક બેલેન્સ હેન્ડસેટ માટે કંપની વનપ્લસ નોર્ડ કરતાં પણ એક સ્ટેપ આગળ વિચારી રહી છે. સ્માર્ટફોન મોબાઈલ ગેમર્સને ટાર્ગેટ થાય છે. જોકે ફોન ટોપ હાર્ડવેર સપોર્ટ અથવા ગેમપ્લે એક્સપિરિઅન્સ માટે ડેડિકેટેડ ગેમ કન્ટ્રોલ્સ અને એક્સેસરીઝ સપોર્ટ સાથે નહિ આવે.

    આ અપકમિંગ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 690 પ્રોસેસર અને 90Hzની રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે. ફોન 4 રિઅર કેમેરા સેટઅપ સાથે લોન્ચ થઈ શકે છે.


Download Our B K News Today App



Related News