NTAએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની તારીખ જાહેર કરી, 1 ઓગસ્ટથી 11 ભાષાઓમાં ઓફલાઇન મોડમાં પરીક્ષા લેવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:41:05
  • Views : 375
  • Modified Date : 2021-03-13 11:41:05

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મેડિકલ કોલેજમાં એડમિશન માટે લેવાનારી એન્ટ્રન્સ એક્ઝામની તારીખ જાહેર કરી દીધી છે. NTAની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ, આ પરીક્ષા આ વર્ષે 1 ઓગસ્ટે લેવામાં આવશે.

    જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, MBBS, BDS, BAMS, BSMS, BUMS અને BHMS કોર્સિસમાં એડમિશન માટે NEET (UG) 2021 પરીક્ષા 1 ઓગસ્ટના રોજ યોજાશે. પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સહિત 11 ભાષાઓમાં ઓફલાઇન મોડમાં લેવામાં આવશે. પરીક્ષા, અભ્યાસક્રમ, વય, અનામત, સીટ્સનું વર્ગીકરણ, પરીક્ષા ફી, પરીક્ષા કેન્દ્ર, વગેરેના અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

    ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે પરીક્ષાની ભાષા પસંદ કરી શકે છે. આ પરીક્ષા 720 ગુણની હોય છે. આ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં એડમિશન માટે લેવાય છે. આ દ્વારા ઉમેદવારોને MBBS અને BDS કોર્સિસમાં એડમિશન મળે છે. ગયા વર્ષે 15 લાખ વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપી હતી.

    આ JEE MAINના ચાર સેશનમાં થઈ રહેલી પરીક્ષા બાદ NEET દ્વારા પણ બે પરીક્ષા લેવામાં આવશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, NTAના ડાયરેક્ટર જનરલ વિનીત જોશીએ માહિતી આપી કે, NEET UG પરીક્ષા વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે. તેમણે કહ્યું કે, NEET UG પરીક્ષાની તારીખ આ અઠવાડિયાંમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારો પરીક્ષાની તારીખ જાહેર થયાની સાથે આ માટે અરજી કરી શકશે.

** એપ્લિકેશન કરવાની પ્રોસેસ

  • -સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જાઓ.
  • -અહીં હોમ પેજ પર તમને રજિસ્ટ્રેશન લિંક મળશે.
  • -આ લિંક પર ક્લિક ક્યા બાદ નવું પેજ ખૂલશે.
  • -અહીં તમારે તમારું એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે.
  • -ફોર્મ ભર્યા બાદ તમારે ફી જમા કરવાની રહેશે.
  • -ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ કરો.

Download Our B K News Today App



Related News