દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો, સ્પેસપ્રોજેક્ટમાં પણ નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 12:35:06
  • Views : 322
  • Modified Date : 2022-07-13 12:35:06

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો, સ્પેસપ્રોજેક્ટમાં પણ નુકસાન

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો લાગ્યો છે. મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ટેક્સાસમાં ટેસ્ટિંગ દરમિયાન બૂસ્ટર રોકેટ બ્લાસ્ટ સાથે ફાટી ગઈ છે. જો કે, આ બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ નથી. આ રોકેટનો ઉપયોગ આ વર્ષના અંતમાં થનારી મિશન માટે થવાની હતી. રોકેટનું ફાટવું એલન મસ્ક માટે મોટો ઝટકો છે. કારણ કે આ તેનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ ઘટના પર એલન મસ્કે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, હકીકતમાં આ સારૂ નથી થયું. ટીમ નુકસાનનું વિવરણ કરી રહી છે. 

આ વર્ષે ફેબ્રુઆરીમાં એલન મસ્કે કહ્યું હતું કે, તેમને પુરો વિશ્વાસ છે કે, ટેકનિક અને નિયામક પડકાર હોવા છતાં સ્ટારશિપ આ વર્ષે ઓર્બિટમાં લોન્ચ થશે.

ટ્વિટરે એલન મસ્કને આપ્યો મોટો ઝટકો

એલન મસ્કને જે બીજો ઝટકો મળ્યો છે તેમાં ટ્વિટર મસ્ક વિરુદ્ધ ફરિયાદ કરતા કેસ કર્યો છે. આપને જણાવી દઈએ કે, મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ડીલ રદ કરી દીધી છે. એલન મસ્કના આ પગલા બાદ ટ્વિટરે જાહેરાત કરી હતી કે, તે ટેસ્લાના સીઈઓ પર કેસ કરવા જઈ રહ્યા છે. ટ્વિટરના અધ્યક્ષ બ્રેટ ટેલરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, બોર્ડ મસ્કની સાથે સહમત કિંમત અને શરતો પર લેવડદેવડ બંધ કરવા માટે કટિબદ્ધ છે અને વિલય કરારને લાગૂ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવાનો પ્લાન બનાવી રહી છે. 

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ટ્વિટર તરફથી કહેવાયુ છે કે, મસ્કે કરાર ખતમ કરવાનો પ્રયત્ન અમાન્ય છે. કારણ કે મિસ્ટર મસ્ક અને તેમના અન્ય સહયોગીઓએ જાણી જોઈને કરારનું ઉલ્લંઘન કર્યું છે. 

 

Download Our B K News Today App



Related News