બ્લેક, ગ્રે અને ગોલ્ડ કલરમાં અપ્રિલિયાએ ભારતમાં બે સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 13.09 લાખ રૂપિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:18:18
  • Views : 402
  • Modified Date : 2021-03-09 15:18:18

અપ્રિલિયાએ તેની બે નવી સુપરબાઇક્સ 'અપ્રિલિયા RS 660 અને ટ્યૂનો 660'ને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. RS 660ની કિંમત 13.39 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે TUNO660ની કિંમત રૂ. 13.09 લાખ રાખવામાં આવી છે. કંપનીએ ગયા મહિને જ દેશભરમાં આ બાઇક્સનું બુકિંગ લેવાનું શરૂ કર્યું હતું. જો કે, આ બંને બાઇક્સ વિશેની માહિતી કંપનીની ઓફિશિયલ સાઇટ પર હજી સુધી અપડેટ કરવામાં આવી નથી.

અપ્રિલિયા RS 660 શાર્પ લુકવાળી બાઇક છે, જેમાં ટ્રિપલ LED હેડલેમ્પ, LED DRLs, LED ટેલલાઇટ્સ, એક સ્પોર્ટી ફેરિંગ, મસ્ક્યુલર ફ્યુલ ટેંક, USD ફ્રંડ ફોર્ક્સ અને એક અંડરબેલી એક્ઝોસ્ટ સામેલ છે. બાઇકમાં ક્લિપ-ઓન હેન્ડલબાર અને રિઅર સેટ ફુટપેગ પણ આપવામાં આવ્યાં છે, જે રાઇડરને અગ્રેસિવ રાઇડિંગનો અનુભવ આપે છે. જો કે, વાઇડ સીટ એ બાબત પણ ધ્યાનમાં રાખે છે કે રાઇડરને કમ્ફર્ટ મળી શકે.

અપ્રિલિયા ટ્યૂનો 660ને RS 660નાં પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવી છે અને બંને બાઇક્સ બહુ બધાં ડિઝાઇન એલિમેન્ટ્સ શેર કરે છે. જો કે, સૌથી મોટો તફાવત ફેરિંગ ડિઝાઇન અને સિંગલ-પીસ હેન્ડલબાર આપીને કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે ટ્યૂનોનો રાઇડિંગ એક્સપિરિયન્સ RS કરતાં બહુ કમ્ફર્ટેબલ છે.

બંને બાઇક્સમાં એકસરખું જ 659ccનું જ પેરેલલ ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. પરંતુ પાવર આઉટપુટ થોડું અલગ છે. ટ્યૂનોમાં 660PSનો પીક પાવર અને 67Nm ટોર્ક છે, જ્યારે RS 660 થોડી વધુ પાવરફુલ છે, જેમાં 100PS પાવર અને 67Nm ટોર્ક છે. બંને પાસે ટ્રાન્સમિશન માટે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે, જે ક્લચલેસ અપ અને ડાઉન-શિફ્ટ માટે ક્વિકશિફ્ટર સાથે આવે છે.

અપ્રિલિયા RS660 અને TUNO660 ઘણાં બધાં ફીચર્સ અને ઇક્વિપમેન્ટ્સ સાથે અવેલેબલ છે. એક ફુલ્લી ડિજિટલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, મલ્ટિ-લેવલ ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, એન્ટી-વ્હીલ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ અને રાઇડિંગ મોડ્સ (કમ્યૂટ, ડાયનેમિક, ઇન્ડિવિડ્યુઅલ, ચેલેન્જ અને ટાઇમ અટેક) વગેરે જેવાં ફીચર્સ મળશે.ટ્યુનો કોન્સેપ્ટ બ્લેક, ઇરિડિયમ ગ્રે અને એસિડ ગોલ્ડ કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જ્યારે RS એપેક્સ બ્લેક, લાવા રેડ અને એસિડ ગોલ્ડ કલરમાં અવેલેબલ થશે. બંને બાઇક્સને CBU આયાત માર્ગ દ્વારા ભારતીય બજારમાં લાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાઇક્સની ડિલિવરી ખરીદનાર દ્વારા ફુલ પેમેન્ટ કર્યાના આશરે 8 અઠવાડિયાં પછી મળશે.

Download Our B K News Today App

Related News