આ જૂના એન્ડ્રોઈડ અને iOS વર્ઝનમાં વ્હોટ્સએપ બંધ થઈ શકે છે, જુઓ તમારો ફોન તો આ લિસ્ટમાં નથીને.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:16:48
  • Views : 393
  • Modified Date : 2021-03-07 17:16:48

    વ્હોટ્સએપ સમયાંતરે જૂના એન્ડ્રોઈડ અને ioS વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનમાંથી વ્હોટ્સએપ માટે સપોર્ટ બંધ કરી રહી છે. ટૂંક સમયમાં જ કંપની કેટલાક વધુ સ્માર્ટફોનમાંથી વ્હોટ્સએપનું સપોર્ટ બંધ કરવાની છે. જો તમારો ફોન જૂનો છે અને તમે વ્હોટ્સએપના રેગ્યુલર યુઝર છો તો તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    વ્હોટ્સએપને ટ્રેક કરતી સાઈટ WABetaInfoના અનુસાર કંપની એપલના iOS9 અને એન્ડ્રોઈડ 4.0.3 OS પર કામ કરતા ફોન્સમાં વ્હોટ્સએપનો સપોર્ટ બંધ કરવાની છે. આવી સ્થિતિમાં જો તમે વ્હોટ્સએપનો આગળ પણ ઉપયોગ ચાલુ રાખવા માગો છો તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે અથવા નવો ફોન ખરીદવો પડશે. જો કે, કંપનીએ સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી નથી આપી.

    WABetaInfoએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, iOS9 ડિવાઈસિસ માટે વ્હોટ્સએપના બીટા વર્ઝન 2.21.50નો સપોર્ટ બંધ કરી દીધો છે. જો કે, હજી તે કંપનીના FAQ પેજ  અપડેટ નથી થયું.કંપનીના FAQ પેજના અનુસાર, iOS9 અથવા તેનાથી નવા વર્ઝનના આઈફોન અને એન્ડ્રોઈડ 4.0.3 અથવા નવા વર્ઝનના ફોન પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત જિયોફોન, જિયોફોન 2 સહિત KaiOS 2.5.1 અથવા તેનાથી નવા વર્ઝન પર ચાલતા ફોન પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે.વ્હોટ્સએપને ટ્રેક કરતી સાઈટ WABetaInfoના અનુસાર કંપની એપલના iOS9 અને એન્ડ્રોઈડ 4.0.3 OS પર કામ કરતા ફોન્સમાં વ્હોટ્સએપનો સપોર્ટ બંધ કરવાની છે. આવી સ્થિતિમાં જો તમે વ્હોટ્સએપનો આગળ પણ ઉપયોગ ચાલુ રાખવા માગો છો તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે અથવા નવો ફોન ખરીદવો પડશે. જો કે, કંપનીએ સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી નથી આપી.

    WABetaInfoએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, iOS9 ડિવાઈસિસ માટે વ્હોટ્સએપના બીટા વર્ઝન 2.21.50નો સપોર્ટ બંધ કરી દીધો છે. જો કે, હજી તે કંપનીના FAQ પેજ પર અપડેટ નથી થયું.કંપનીના FAQ પેજના અનુસાર, iOS9 અથવા તેનાથી નવા વર્ઝનના આઈફોન અને એન્ડ્રોઈડ 4.0.3 અથવા નવા વર્ઝનના ફોન પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત જિયોફોન, જિયોફોન 2 સહિત KaiOS 2.5.1 અથવા તેનાથી નવા વર્ઝન પર ચાલતા ફોન પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે.

Download Our B K News Today App



Related News