આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 11:45:46
  • Views : 422
  • Modified Date : 2021-03-31 11:45:46

    આજે 2020-21નો છેલ્લો દિવસ છે આવી સ્થિતિમાં આજે તમારે ઘણા જરૂરી કામ પતાવવા પડશે. જો તમે આ કામ કરવાનું ચૂકી જાઓ છો તો તમારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આ કામોમાં બેંકિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ઘણા કામ સામેલ છે. જો તમે ઓછા વ્યાજ દરે હોમ લોન લેવા માગો છો તો અપ્લાય કરવા માટે આજે છેલ્લી તક છે . તે સિવાય જો તમે અત્યાર સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આજે જ કરાવી લો નહીં તો તમારું પેન ડિએક્ટિવેટ થઈ જશે. અમે તમને આવા જ 17 કામો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારે આજે જ પતાવવાના છે.

    2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ભરવાની સમયમર્યાદા પૂરી થયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. તેના માટે કરદાતાને દંડ ભરવો પડે છે. રિવાઈઝ્ડ રિટર્ન સુધી ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે ઘણી ભૂલો થઈ જાય છે. બિલેટેડ ITR આવકવેરા કાયદા 1961ની સેક્શન 139(4) અંતર્ગત ફાઈલ કરવામાં આવે છે. તેમજ રિવાઈઝ્ડ ITR સેક્શન 139 (5) અંતર્ગત દાખલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાના લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલા જમા કરાવવાનું હોય છે.​​​​​​​

    પેનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. ઈન્કમ ડિપાર્ટમેન્ટ તેને લિંક કરાવવાની છેલ્લી તારીખને લંબાવી રહ્યા છે પરંતુ આ વખતે જો છેલ્લી તારીખ લંબાવવામાં નહીં આવે તો જેમનો પેન આધાર સાથે લિંક નથી તો તેમના માટે સમસ્યા થઈ શકે છે. તેનાથી 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે 31 માર્ચ સુધી તમે પેનને આધાર સાથે લિંક નથી કરાવતા તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આવી સ્થિતિમાં તેને ડિએક્ટિવ થવાથી બચાવવા માટે તેને 31 માર્ચ સુધી લિંક કરાવી લેવું.

    પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લોકોને સસ્તા દરે ઘર ઉપલબ્ધ કરાવવા માટે ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ સુધી લઈ શકાય છે. યોજના અંતર્ગત જે લોકો પહેલી વખત ઘર ખરીદશે તેમને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. જે મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. વિવિધ આવક વર્ગને અલગ અલગ સબ્સિડી આપવામાં આવે છે.

    બેંક ઓફ બરોડા અને ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સામાન્ય FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. જો તમે સિનિયર સિટીઝન છો અથવા તમે તમારા માતાપિતા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 31 માર્ચ સુધી આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકો છો.​​​​​​​

    પંજાબ નેશનલ બેંકના જણાવ્યા પ્રમાણે, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈડેટ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR કોડ માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ તમારે બેંકમાંથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે. ગ્રાહકો વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકે છે. 1 એપ્રિલ 2020ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કરવામાં આવ્યું હતું.

    સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને લાભ આપવા માટે ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS)શરૂ કરી હતી. આ સ્કીમનો હેતુ કોરોના સંકટના કારણે તે MSME ફર્મ્સને આર્થિક મદદ કરવાનો છે જે સમસ્યાનો સામનો કરી રહી છે. આ સ્કીમ માટે સરકારે 3 લાખ કરોડની રકમ રાખી છે. આ સ્કીમ આ વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે.


Download Our B K News Today App



Related News