દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી લાખોનું ફંડ મેળવો, જાણો કઈ બેંક RD પર કેટલું વ્યાજ આપે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 13:22:55
  • Views : 415
  • Modified Date : 2021-03-09 13:22:55

    તમે RD (રિકરિંગ ડિપોઝિટ)નાં માધ્યમથી બાળકોના અભ્યાસ અથવા લગ્ન માટે સરળતાથી પૈસા ભેગા કરી શકો છો. RD હેઠળ તમે નાની નાની સેવિંગ કરી મોટી રકમ તૈયાર કરી શકો છો. તેમાં FD કરતાં વધારે વ્યાજ મળે છે. તમે દરેક મહિને સેલરી આવે ત્યારે એક નિશ્ચિત રકમ તેમાં ઉમેરતા રહો અને મેચ્યોર થવા પર તમને મોટી રકમ મળે છે.RD સ્કિમમાં મિનિમમ તમે 100 રૂપિયાનું દર મહિને રોકાણ કરી શકો છો. તેમાં મેક્સિમમ રકમની કોઈ સીમા નથી. RD અકાઉન્ટ પોસ્ટ ઓફિસ અથવા કોઈ પણ બેંકમાં ખોલાવી શકાય છે.

* કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે.

બેંક1 વર્ષની RD પર વ્યાજ3 વર્ષની RD પર વ્યાજ5 વર્ષની RD પર વ્યાજ
પોસ્ટ ઓફિસ5.80%5.80%5.80%
SBI5.50%5.70%5.70%
ICICI5.80%6.00%6.00%
પંજાબ નેશનલ બેંક5.20%5.30%5.30%
બેંક ઓફ ઈન્ડિયા6.656.506.50%

* 5 વર્ષની RD પર કેટલા પૈસા મળશે?
* જો તમે 5 વર્ષ માટે RDમાં દર મહિને 3 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો આ પ્રમાણે તમને બેંક તરફથી વ્યાજ મળશે.

બેંકકેટલા પૈસા મળશેકેટલું વ્યાજ મળશે
પોસ્ટ ઓફિસ2.07 લાખ રૂપિયા27 હજાર
SBI2.07 લાખ રૂપિયા27 હજાર
ICICI2.10 લાખ રૂપિયા30 હજાર
પંજાબ નેશનલ બેંક2.05 લાખ રૂપિયા25 હજાર
બેંક ઓફ ઈન્ડિયા2.11 લાખ રૂપિયા31 હજાર

નોંધ: બેંક અને પોસ્ટ ઓફિસ સમયાંતરે વ્યાજ દરોની સમીક્ષા કરે છે.

Download Our B K News Today App



Related News