ગુજરાત
Recent News of ગુજરાત
જંગલના રાજાને અજાણ્યા વાહને અડફેટે લીધા
રાજ્યમાં અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે વેરાવળમાં વનરાજ માનવસર્જીત અકસ્માતનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લેતા વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી.
CM રૂપાણીએ ઓડિશામાં રાહત કાર્ય માટે રૂપિયા 5 કરોડની સહાય આપશે
અગાઉ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
પાટણ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન
જિલ્લા રોજગાર કચેરી, પાટણ દ્વારા પાટણ જિલ્લામાં વિવિધ તાલુકા, મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
થરાદ ખાતે શારદા વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
થરાદ રામનગર સોસાયટી, મીઠા રોડ ખાતે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યામંદિર થરાદની ખાનગી પ્રા. શાળાના આજરોજ નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ધાનેરામાં આરોગ્ય વિભાગની રીવ્યુ મીટિંગ યોજાઇ
ગરમીના લીધે લોકોમાં થતા રોગો સામે રક્ષણ મેળવવા માટે સમજ અપાઇ
લાખણીમાં ટેકાના ભાવે રાયડા ખરીદીમાં ગોલમાલ ખેડૂતોમાં ભભૂકતો રોષ
ટેકાના ભાવે ખરીદીમાં જવાબદાર કર્મચારીઓની ગેરરીતિના પાપે ખેડૂતોના આક્રોશનો ભોગ સરકારે બનવું પડી રહ્યું છે
સિધ્ધપુરના દેથળી ગામે મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન કરાયું
સિધ્ધપુર તાલુકાનું દેથળી ગામ એટલે કોમી એકતાનું અનોખું પ્રતિક ધરાવતા ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. એક તરફ સમગ્ર દેશમાં અમુક કટ્ટરવાદી તત્વો કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે.
છાપી વિસ્તારમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ
છાપી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સ્કોડા ફાબિયા ગાડી એલ.સી.બી. બનાસકાંઠાએ પકડી પાડી હતી
અનાવાડાના શનિદેવ મંદિરે શનિ અમાવસે હવન -યજ્ઞ અભિષેક સહિત ધાર્મિક ઉત્સવો ઉજવાયા
પાટણના અનાવાડા ગામે આવેલા પ્રસિદ્ધિ શ્રી શનેશ્વર દાદાના મંદિર પરિસર ખાતે શનિવાર ના શુભ દિને શનિ અમાવસ ના પવિત્ર પ્રસંગની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
ઉણ ગામે શ્રી સોનગઢા ગોગા મહારાજની રમેલ (જાતર) એવમ નવચંડી યજ્ઞ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી ૧૧ કિ.મી. દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણ થી શિયા રોડ ઉપર વર્ષો પહેલાં ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરેલ.
પાટણના અઘાર ગામે ગટરો ઉભરાતા લોકો ત્રાહિમામ
જવાબદાર સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં કોઇ જ પગલાં ભરવામાં નહીં આવતા અનેક લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે
થરા સદુભા પાટી ખાતે શ્રી મહારાણા પ્રતાપનો જન્મોત્સવ યોજાશે
કાંકરેજ તાલુકાના થરા સદુભા પાટી ખાતે કાંકરેજ તાલુકા મહાકાલ સેના દ્વારા તા.૯/પ/૧૯ ના રોજ આપણા સૌના મહાન હિન્દુ સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપસિંહનો જન્મોત્સવ યોજાશે.
નાનામેસરા ગામમાં ધામધૂમથી એકાદશી વ્રતનું ઉજવણુ કરાયું
ગામલોકો દ્વારા આહ્લાદક પંખી ઘર બનાવવાનું પણ નક્કી કરાયું
ચામુંડા માતાજી તેમજ નકળંગ દાદા તથા ખેતરપાળ દાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા પાવન પ્રસંગે હજારોની જનમેદની ઉમટી પડી
રાજ્યના રીજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી ડીસા નગરપાલિકાની મુલાકાતે
ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઇ સરકાર ચિંતિત છે
ગુજરાત : ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત
તીવ્ર ગરમીને લઇ પરીક્ષા કેન્દ્રો પર પાણી, છાશ, આરોગ્ય વિષયક સેવા સહિતની વ્યવસ્થાની સાથે તંત્ર પણ સુસજ્જ
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ફરીવાર વરસાદ થયો
કમોસમી વરસાદના કારણે ખેડુત સમુદાય ચિંતિત ઃ કેરીના પાકને પણ અસર આગામી બે ત્રણ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવા માટેની સંભાવના
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ૮૫૦ બાળકોને સ્લીપર વિતરણ કરવામાં આવ્યા
અમુક બાળકો લાંબા ટાઇમથી ખુલ્લા પગે ફરવાના કારણે એમના પગના તળિયામાં નાની ખીલી જેવા રીતસરના કાણા પડી ગયેલા માલુમ પડયા
વિરમગામ જિલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો
વિરમગામ જિલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પાંચ દિવસનો પ્રારંભિક વર્ગ યોજાયો હતો. આ પ્રારંભિક વર્ગમાં પાંચ તાલુકાના તેર ગામની ૮૧ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


