વિરમગામ જિલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:11:14
  • Views : 541
  • Modified Date : 2019-05-05 11:11:14

વિરમગામ જિલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પાંચ દિવસનો પ્રારંભિક વર્ગ યોજાયો હતો. આ પ્રારંભિક વર્ગમાં પાંચ તાલુકાના તેર ગામની ૮૧ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.પાટડીના સુરજમલજી હાઇસ્કૂલમાં આયોજીત ૫ દિવસના વર્ગ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં પારંગત થયેલ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસીય તાલીમ વર્ગના અંતિમ દિવસે બહેનોનું વિરાટ પથ સંચલન કાઢવામાં આવ્યુ હતુ.  અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના સ્વર્ગસ્થ વંદનીય લક્ષ્મીબાઇ કેળકરના માર્ગદર્શન હેઠળ ઇ.સ.૧૯૩૬નાવિજયાદશમીના દિવસે નાગપુરના વર્ધા મુકામે કરવામાં આવી હતી. તેમણે નારી શક્તિ પર વિશ્વાસ તથા શ્રધ્ધા નિર્માણ કરી વધુમાં વધુ રાષ્ટ્રકાર્ય કરે તેવી પ્રેરણા આપી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજને જાગૃત કરવા રાષ્ટ્ર સેવિકા સમિતિની દ્રષ્ટિએ વિરમગામ જિલ્લામાં આવતા પાટડી મુકામે સુરજમલજી હાઇસ્કૂલમાં પાંચ દિવસનો સઘન તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં સમગ્ર વિરમગામ જિલ્લાની ૧૩ વર્ષ કે તેથી વધુ ઉંમરની કુલ ૮૧ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વર્ગમાં પાંચ દિવસ યોગાશન,શાખા, ઘોષ, પ્રાતઃ સ્મરણ, બૌધ્ધિક, ગીત પ્રાર્થના અભ્યાસ, કાર્યશાળા, આચાર પધ્ધતિ, દંડ, નિયુદ્ધ (કરાટે), શાખા, સાયં સ્મરણ, વંદે માતરમ અને રાત્રી સત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 


Download Our B K News Today App



Related News