સિધ્ધપુરના દેથળી ગામે મુખ્ય દ્વારનું ઉદ્‌ઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:45:30
  • Views : 438
  • Modified Date : 2019-05-05 11:45:30

સિધ્ધપુર તાલુકાનું દેથળી ગામ એટલે કોમી એકતાનું અનોખું પ્રતિક ધરાવતા ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. એક તરફ સમગ્ર દેશમાં અમુક કટ્ટરવાદી તત્વો કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. ત્યારે સિધ્ધપુરનું દેથળી ગામ સેંકડો વર્ષોથી કોમી એકતાની જ્યોત સતત પ્રજવલિત કરી સમગ્ર દેશને કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ પુરું પાડી રહ્યું છે.  દેથળી ગામે હિન્દુ અને આગાખાન સમાજમાં કોમી એકતાના દર્શન થયા છે. આ ગામમાં હીઝ હોલિનેશ પ્રિન્સ આગાખાન શિયા ઈમામી ઇસ્માઇલી જમાત સમાજના દાનવીરો દ્વારા ગામના મુખ્ય ડાયમંડ જ્યુબલી પ્રવેશદ્વાર, દેથળી પગાર કેન્દ્ર શાળામાં એર કંડીશનર વાળી કોમ્પ્યુટર લેબ, તેમજ શાળાના પ્રવેશદ્વાર બનાવી ગામને ઉત્તમ સુવિધા પુરી પાડી છે. જેનું આજે ઉદ્દઘાટન બલવંતસિંહ રાજપૂત (ચેરમને, જીઆઇડીસી, ગુજરાત) હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે દાતાઓ, ગં. સ્વ. તેજુબા બાબુસિંહ દરબાર, વિક્રમસિંહ ઠાકોર, રહીમભાઈ હસનઅલી માંકનોજીયા, આસિફભાઈ હસનઅલી માંકનોજીયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહ્યા હતા.


Download Our B K News Today App



Related News