અનાવાડાના શનિદેવ મંદિરે શનિ અમાવસે હવન -યજ્ઞ અભિષેક સહિત ધાર્મિક ઉત્સવો ઉજવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:40:43
  • Views : 424
  • Modified Date : 2019-05-05 11:40:43

પાટણના અનાવાડા ગામે  આવેલા પ્રસિદ્ધિ  શ્રી શનેશ્વર દાદાના મંદિર પરિસર ખાતે શનિવાર ના શુભ દિને શનિ અમાવસ ના પવિત્ર પ્રસંગની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી  શનિદેવના મંદિર પરિસર ખાતે સવારે ભગવાનની પૂજા-અર્ચના સાથે શનિ યજ્ઞનો  કરવામાં આવ્યો હતો. સાંજે શ્રી શનિદેવની મહાઆરતી બાદ પાટણ શહેરની સેવાકીય સંસ્થા સાંઈ એલટૅ ગ્રુપના સ્થાપક અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ગોપાલસિહ ગંગાસિંહ રાજપૂત લક્ષ્મી બેકરી પરિવાર દ્વારા ભગવાન શનિદેવને પંચામૃત અભિષેક  વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ. શ્રી શનિદેવના મંદિરમાં શનિ અમાવસ્યા ના ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં શનિ ભક્તો એ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી શનેશ્વર વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શનિ ભક્તો એ જહેમત ઉઠાવી હતી. 


Download Our B K News Today App



Related News